સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
તા. ૫/૧૧/૨૩ ના રોજ પરમપૂજ્ય પદ્મવિભુષણ સ્વામી સચ્ચિદાનંદ તથા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ” પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ ૨૦૨૩ “નું આયોજન તિરુપતિ નેચરલ પાર્ક વિસનગર ખાતે યોજાયેલ જેમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાંથી એક એમ કુલ ૩૩ જિલ્લાના ૩૩ પ્રકૃતિપ્રેમી વ્યક્તિઓને પસંદ કરી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામના શ્રી વિજેશભાઈ ગામીતની પણ પસંદગી થઇ હતી અને તેમને પણ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તે પ્રકૃતિ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
વિજેશભાઈ ગામીત પ્રકૃતિપ્રેમી વ્યક્તિ છે તેઓ શાળામાં તથા આંગણવાડીના બાળકોને વૃક્ષો આપી વૃક્ષારોપણ કરાવવા ગામના મહિલામંડળોને વૃક્ષારોપણ કરાવવું સ્થાનિક યુવાનોને પર્યાવરણ જાળવણીનું કામ કરાવવું તથા અવારનવાર ગામનાં ધાર્મિક અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવું લોકોને પર્યાવરણ જાળવણી અંગે જાગૃત કરી કામગીરી કરાવતા રહે છે. તેમને અગાઉ કર્મયોગી પુરસ્કાર ૨૦૨૩,વનીકરણ પ્રશસ્તિપત્ર,ઉપરાંત વિવિધ સન્માન મેળવી ચુક્યા છે.
આજરોજ ગ્રીનગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર તાપી જિલ્લા વતીથી” પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ ” આપી રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરાતા સમગ્ર કાવલા ગામમાં અને તાપી જિલ્લામાં ખુશી છવાઈ ગઈ હતી અને સૌએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.