ગાયના છાણમાંથી બનેલા રંબેરંગી દિવડા, મેક્રેમની વિવિધ દોરીની બનાવટો, વારલી પેઇન્ટીંગસ, રેઝીન આર્ટ, વાંસકામની બનાવટની વિવિધ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર
સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
કેન્દ્ર સરકાર દ્વારા ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈનને વેગવાન બનાવવામાં આવ્યુ છે ત્યારે તાપી જિલ્લામાં હસ્ત કલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્ત કલા’ પ્રદર્શન થકી લોકલ કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવ્યું છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે નવેમ્બર તા. ૦૩/૧૧/૨૦૨૩ થી તા.૧૧/૧૧/૨૦૨૩ સુધી દિવાળી તહેવારોને ધ્યાને લઈ ઈન્ટરપ્રોનીયોરશીપ ડેવલોપમેન્ટ ઈન્સટીટયુટ ઓફ ઈન્ડિયા (EDII) , દ્વારા તાપી જિલ્લાની આર્ટ અને કલ્ચરની વિવિધ હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે હસ્ત કલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્ત કલા’ પ્રદર્શનનું આયોજન ઔદીચ્ય સમાજ વાડી, ઝંડા ચોક તળાવ રોડ,વ્યારા ખાતે કરવામાં આવ્યું છે. જે અન્વયે ગત તા. ૦૩/૧૧/૨૦૩ શુક્રવારના દિને જીલ્લા ઉધોગ કેન્દ્ર –તાપી વ્યારાના જનરલ મેનેજરશ્રી ધર્મેશ ભાઈ સોલંકી દ્વારા આ પ્રદર્શન કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.
આ પ્રદર્શન અંતર્ગત હાથ બનાવટની વસ્તુઓ જેવીકે નારીયેલના રેસાની વસ્તુઓ,નાગલીની બનાવટ, આયુર્વેદિક સાબુ, ઈમીટેશન જવેલરી, બ્લોક પેઈન્ટીંગ કાપડ, ખાધ પદાર્થનું વેચાણ તેમજ જીલ્લાની ODOP, દેશી ચોખા, દેશી કઠોળ, ગાયના છાણમાંથી બનેલા રંબેરંગી દિવડા, મેક્રેમની વિવિધ દોરીની બનાવટો, વારલી પેઇન્ટીંગસ, રેઝીન આર્ટ, વાંસકામની બનાવટની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.
આ પ્રંસગે શ્રી ડી.ડી.સોંલકી દ્વારા પ્રદર્શન મા ભાગ લેતી મહીલા કારીગરોને વુમન એમ્પાવરમેન્ટના ઉતમ ઉદાહરણ તરીકે ગણાવ્યુ હતું. તેમજ પ્રદર્શન થકી હસ્તકલા સેતુ યોજના અને જીલ્લાની આર્ટ કલ્ચર વસ્તુઓના વેપાર ઉધોગને વેગ મળશે નવા ઉધોગ સાહ્સિકોને આગળ વધવા તેમજ લોકોને પર્યાવરણ અનુકુળ વસ્તુઓના વપરાશ માટે જાગૃતતા લાવવામાં પ્રોત્સાહન મળી રહ્શે એમ જણાવ્યું હતું.
બોક્ષ-
નોંધનિય છે કે, ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે નાના વેપારીઓના રોજગાર વૃદ્ધિના શુભ હેતુથી આરંભાયેલું આ કેમ્પેઈન 1 નવેમ્બર થી 20 નવેમ્બર,2023 સુધી ચાલનાર છે જેમાં નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી ચિજ વસ્તુઓ ખરીદી તેની રીલ/ વીડિયો કે વિડિયો બનાવી # vocalforlocal હેશટેગનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા ઉપર મુકીએ અને @InfoGujarat ને ટેગ કરો. આ પ્રદર્શન કેન્દ્રમાંથી વધારેમાં વધારે ચીજ વસ્તુઓ ખરીદી લોકલ કલાકારોને આર્થીકરૂપ મદદરૂપ થઇ ‘વોકલ ફોર લોકલ’ બનવા જિલ્લા તંત્ર દ્વારા જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે.