ખાસ ઝુંબેશના દિવસમાં ફેરફાર
સમય ક્રાંતિ ન્યૂઝ.. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે આગામી તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૨૬-૧૧-૨૦૨૩ (રવિવાર) તથા તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર) અને તા.૦૯/૧૨/૨૦૨૩(શનિવાર)ના દિવસોએ બુથ લેવલ ઓફિસર મતદાન મથકના સ્થળે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ ક્લાક સુધી હાજર રહેશે. આ કાર્યક્રમમાં તારીખોમાં ફેરફાર કરીને તા.૦૨-૧૨-૨૦૨૩(શનિવાર)ના બદલે તા.૦૯-૧૨-૨૦૨૩(શનિવાર)ના રોજ ખાસ ઝુંબેશ દિવસ તરીકે આયોજન કરવામાં આવેલ છે. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ બુથ લેવલ ઓફિસર દ્વારા મતદાન મથકના સ્થળે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ ક્લાક સુધી હાજર રહી મતદાર સુધારણા કામગીરી કરવામાં આવશે.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે જાહેર જનતાને પુરતો સહકાર આપવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તાપી દ્વારા અખબારીયાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.