સમય ક્રાંતિ ન્યૂઝ..
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દિવાળી અગાઉ જ લૂંટની ઘટના બની હતી. આનંદનગરના 100 ફૂટ રોડ પર આવેલ શેલ પેટ્રોલપંપ પર ગઈ મોડી રાત્રે બંદૂકની અણીએ બે લૂંટારાએ ઓફિસમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન તેમજ રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટના પેટ્રોલપંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ લૂંટ કર્યા બાદ લૂંટારુઓ ભાગતા હતા ત્યારે જ આનંદનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ રાજેશ નંદાણીયા અને વીરેન્દ્રસિંહ રાઠોડ પેટ્રોલિંગમાં હતા અને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. આ બંને પોલીસકર્મીએ ભાગી રહેલા લૂંટારુઓ નો પીછો કર્યો હતો. લૂંટારૂઓનું બાઈક ચાલુ ન તેઓ દોડ્યા હતા અને પોલીસકર્મીઓ પણ તેમની પાછળ દોઢ કિલોમીટર જેલતું દોડ્યા હતા.
લૂંટારુઓ ગાર્ડન પસે પહોંચ્યા હતા અને ત્યાં બેઠેલા એક દંપત્તિને પિસ્તોલ દેખાડીને બાઈક માંગી રહ્યા હતા, ત્યારે જ બંને પોલીસકર્મીઓ તેમની નજીક પહોંચી ગયા હતા. લૂંટારૂઓએ પોલીસકર્મીઓને પણ પિસ્તોલ દેખાડી હતી. આ સમયે પોલીસકર્મીઓએ પોતાનો જીવ જોખમમાં નાખી લૂંટારૂઓન હાથ પર લાકડી મારી અને પિસ્તોલ નીચે પાડી દીધી હતી. બંને લૂંટારૂને પકડીને પોલીસકર્મી રાજેશ નંદાણીયા અને વીરેન્દ્રસિંહ રાઠોડ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
લૂંટારૂઓના નામ વકીલ સહાની અને સંજય સહાની છે. આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં મજૂરીકામ કરે છે. આ બંનેને લૂંટ માટે સિકંદર સહાનીએ બિહારથી પિસ્તોલ મંગાવી આપી હતી. સિકંદર સહાનીએ લૂંટના સ્થળની રેકી કરી હતી લૂંટના સ્થળ પર પોતે હાજર હતો.
આનંદનગર પોલીસે આ ત્રણેય લૂંટારૂઓની અટકાયત કરી હતી, તેમની પાસેથી 8 મોબાઈલ ફોન, લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ, લૂંટની રોકડ રકમ અને બાઈક સાથે ઝડપી પાડ્યા છે. બંને પોલીસકર્મીઓ રાજેશ નંદાણીયા અને વીરેન્દ્રસિંહ રાઠોડને પોલીસ અધિકારીએ બિરદાવ્યા હતા.