સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં ખુલ્લા મેદાનમાંથી બાળકો નશો કરતાં હોવાનું સામે આવ્યું છે. જેથી સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે આરોપીઓને ઝડપી લઈને બાળકોની સલામતિ માટે અપીલ કરવામાં આવી હતી.
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકો નશો કરતા ઝડપાયા છે. પાંડેસરાની જલારામ સોસાયટીમાં ખુલ્લા મેદાનમાં બાળકો નશો કરતા હતાં. મનસુખ કાકાને આ બાબતની જાણ થઇ હતી. જેથી તેમણે બાળકોને પકડી સ્કૂલ બેગ ચકાસી હતી. જેમાંથી સોલ્યુશન નામનું લિકવિડ ટ્યુબ મળી આવી હતી.
બાળકો પાસે વાલીઓના નંબર માંગ્યા પણ આપ્યા નહોતા. જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતાં બાળકો નશો કરવા માટે સોલ્યુશન ટ્યુબ વાપરતા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું. એક સગીર કિશોર અગાઉ પણ પકડાયાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે તમામ વાલીઓને પોતાના બાળકોની તકેદારી રાખવા તથા નશાના રવાડે ન ચડે તે માટે ધ્યાન આપવા અપીલ કરી છે.