સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
તાપી જિલ્લા ના વ્યારા ના પાનવાડી નજીક આવેલ પાલિકા ની વોટર વર્કસ ઓફિસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ અને વોટર વર્કસ સમિતિ ના અધ્યક્ષ સંજય સોની સહિત ના હોદ્દેદારો અને પાલિકા ના અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા
વ્યારા નગરપાલિકાના વોટર વર્ક્સ અને ફાયર વર્ક સમિતિના ચેરમેન તરીકે સંજયભાઈ ભાનુપ્રસાદ સોનીની નિમણૂક કરાઈ હતી.જેમણે આજરોજ વિધીવત ચાર્જ સંભાળ્યો હતો. વ્યારા નગરપાલિકામાં વોટરવર્કસ અને ફાયર વર્કસ સમિતિના નવનિયુક્ત ચેરમેન સંજયભાઈ બી.સોની દ્વારા પાણી પુરવઠાના કર્મચારીઓ સાથે મુલાકાત કરી ચાર્જ લીધો હતો. સંજય સોનીએ વ્યારામાં પાણીની સુવિધામાં કોઈ તકલીફ ન પડે તેમ જ ઓછા પ્રેશરથી પાણી ન જાય સહિત આવનાર સમયમાં પાણીની જરૂરિયાતને લઈને વિવિધ આયોજન અંગે કર્મચારીઓને માહિતી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા વિવિધ સમિતિ ના ચેરમેન ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બાંધકામ ખાતા ના અધ્યક્ષ મૃણાલભાઇ જોષી,આરોગ્ય ચેરમને પરેશભાઈ શાહ, માંજી પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, લારી ગલ્લા ચેરમેન નીલાબેન પ્રજાપતી,ગટર સમિતિ ના ચેરમેન રાકેશ ભાઈ ચૌધરી,રમત ગમત સમિતિના ચેરમેન રતિલા બેન રજનભાઈ ચૌધરી, નાણાં સમિતિના ચરમને કલ્પેશ ભાઈ ઢોળીયા,વેરા વિભાગ ના ચેરમેન જયેશભાઈ રાઠોડ,વોર્ડ નંબર 4 ના નગર સેવક રીનાબેન પટેલ, દંડક જમનાબેન બિરાડે , પૂર્વ પાલિકા ના સભ્ય ભરતભાઈ ધોડિયા, વોર્ડ નંબર 2 ના પ્રભારી રુચિરભાઈ દેસાઈ,આગેવાન ચંદ્રકાંત ભાઈ પ્રજાપતિ ,તથા HOD સંજયભાઇ પંચાલ મહેશભાઈ સોનારા,દિનેશભાઈ કોલ્હે ઉપસ્થિત રહ્યા હતા , સાથે ફાયર બ્રિગેડ ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા..