સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
તાપી જિલ્લા ના વ્યારા શહેર ના સિંગી વિસ્તાર માં અરુણ પાટીલ નામ ના ઈસમે તેમની માંદગી ના કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ને લઈ મરનાર ઇસમ ના પત્ની ની ફરિયાદ લઈ વ્યારા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
વ્યારા તાલુકાના પાનવાડી ગામના નંદનવન સોસાયટીમાં રહેતા મરણ જનાર અરુણ પાટીલ ઉંમર 50 વર્ષ જે વ્યારા ના સિગી ફળિયા વિસ્તારમાં પોતાનું ક્લિનિક ચલાવી ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમને છેલ્લા કેટલાક સમય થી ઝાડા વાટે લોહી પડતું હોય જેવી બીમારી થી પીડાતા હોય જેને લઇ તેમનું શરીર પણ કમજોર થઈ જતાં આ બીમારી થી કંટાળી પોતે ક્લિનિક ના અંદર આવેલ રૂમમાં પંખા સાથે ખાટલા ગુઠવાની પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું બનાવ ને પગલે ઉજવલા બેન અરુણ ભાઈ ની ફરિયાદ પોલીસ દ્વારા લઈ પીએમ સહિત અન્ય કામગીરી કરી અમોત સહિત નો પ્રાથમિક તબ્બકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે..