1 મેં. ગુજરાતનો સ્થાપના દિવસ, રાજ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું જાણો તેના વિશે રસપ્રદ માહિતી

સમય ક્રાંતિ ન્યૂઝ..

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતનો સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.


1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ.
ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ, રાજ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું જાણો તેના વિશે રસપ્રદ માહિતી

Gujarat Foundation day: આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.

કેવી રીતે થઈ આપતા ગરવી ગુજરાતની સ્થાપના?

1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ.

ગુજરાતની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની ભૂમિકા

ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો.

અલગ રાજ્યની માગ વખતે પંડિત જવાહરલાલ નહેરુ હતા આપણા વડાપ્રધાન

1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નેહરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. તેની સાથે જ પહેલી મે દરમ્યાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું.

ક્યારે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું?

ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને પહેલી મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું.

કોણ બન્યા હતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી?

ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ડો. જીવરાજ મહેતાને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા અને અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બની. આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા. તે સમયે રાજ્યમાં કુલ 17 જિલ્લા હતા અને હાલમાં કુલ 33 જિલ્લાઓ થઈ ચૂક્યા છે. બે વર્ષ રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો વિધાનસભમાં કોંગ્રેસને 113 સીટ પર જીત મળી. સ્વતંત્રતા પાર્ટીને 26 અને પ્રજા સોશલિસ્ટ પાર્ટીને 7 અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત 1 બેઠક મળી. પાર્ટીને 7.74 ટકા વોટ મળ્યા. ગુજરાત રાજ્યના નિર્માતા ઈંદુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને સફળતા મળી નહીં.

ગુજરાત દિવસે, હું રાજ્ય વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી આશા અને પ્રાર્થના કરું છું. ગુજરાત દિવસ 2024ની શુભકામનાઓ.

Related Posts
મહીસાગર કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે 13 લાખની એસયુવી બુક કરાવી

સમય ક્રાંતિ ન્યૂઝ.. મહિસાગર જિલ્લામાં ચકચાર જગાવતાં કલેક્ટરના બોગસ ઓર્ડરમાં પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં સફલતા મળી છે. Read more

ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મામલે અમલસાડમાં થઈ બબાલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. Read more

મીટિંગ માટે ન આવ્યા ડોક્ટર, મમતા બેનર્જી રાહ જોતા રહ્યા, કહ્યું- હું રાજીનામું આપવા તૈયાર

સમય ક્રાંતિ ન્યૂઝ.. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ Read more

અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ તાપી…

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા તા: 11/09/2024 બુધવારે રાત્રે 10:25 કલાકે 108 દ્વારા અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી