હોળી- ધુળેટીના તહેવાર દરમિયાન ઇમર્જન્સીને પહોંચી વળવા માટે તાપી જિલ્લાની 108 એમ્બ્યુલન્સ સેવાની વિશેષ તૈયારી સાથે સુસજ્જ

તાપીમાં 15 એમ્બ્યુલન્સ સાથે 80 જેટલાં વોરિયર્સ 247 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહેશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

હોળીને “પ્રેમનો તહેવાર”, “રંગોનો તહેવાર” અને “વસંતનો તહેવાર” તરીકે ઓળખવામાં આવે છે. હોળી એ બે દિવસનો તહેવાર છે, પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે, લોકો કાચું નાળિયેર અને મકાઈ અગ્નિમાં અર્પણ કરે છે. બીજો દિવસ રંગનો તહેવાર અથવા ધુળેટી, રંગીનપાણી છાંટીને અને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે. ત્યારે હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોમાં વધારાને પહોંચી વળવા તથા નાગરિકોને હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારી તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે ખડેપગે તૈયાર રહેશે.


સુરત અને તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર શ્રી અભિષેક ઠાકરના જણાવ્યા અનુસાર અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડાને આધારે આ વર્ષેના ડેટાને આધારે હોળીના દિવસે 2.67 %,ધુળેટીમાં 38.67% કેસોમાં વધારો થવાની શક્યતા સામે તાપીમાં 15 એમ્બ્યુલન્સ સાથે 80 જેટલાં તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી તથા ઘરથી દુર રહી 24*7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહેશે..
હોળી અનિષ્ટ પર સારાની જીત પણ દર્શાવે છે .108 EMS, ગુજરાત સરકારની પહેલ અને PPP મોડલ હેઠળ EMRI GHS (Green Health Services)દ્વારા સંચાલિત ગુજરાતના નાગરિકોને સેફ અને આનંદમય હોળીની શુભેચ્છા પાઠવે છે,અને નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈપણ કટોકટી માટે 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં.
શ્રી જશવંત પ્રજાપતિ, સીઓઓ, EMRI GHS, ગુજરાતના નાગરિકોને આનંદમય અને સુરક્ષિત હોળી ની શુભેચ્છા પાઠવે છે અને એ જણાવતા આનંદ ઉદભવે છે કે 108 EMS ટીમ હોળીના તહેવાર પર અપેક્ષિત ઈમરજન્સીમાં વધારા માટે સજ્જ અને તૈયાર છે કારણ કે તે દરેક તહેવાર દરમિયાન સામાન્ય વલણ છે. શ્રી પ્રજાપતિ કહે છે કે 108 EMS એ તેના સફળ ઓપરેશન ૧૬ વર્ષ પુરા કર્યા છે. છેલ્લા ૧૬ વર્ષમાં ૧.૫૭ કરોડ કરતાં વધુ ઈમરજન્સીની સેવા આપી છે
૧૦૮ EMS માત્ર દર્દીના પરિવહન પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ દર્દી ઓને શ્રેષ્ઠ તબીબી સહાય પૂરી પાડવા માટે આપવામાં આવતી હોસ્પિટલ સંભાળમાં સતત ગુણવત્તા સાભાર સુધારાઓ કરે છે અને નવીનતા લાવે છે, તેથી તમામ નાગરિકોને વિનંતી છે કે દર્દીને ખાનગી વાહનોમાં સ્થાનાંતરિત કરવાના બદલે કોઈપણ ઈમરજન્સી માટે 108 પર કોલ કરો. અમારી એમ્બ્યુલન્સમાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને હેન્ડલ કરવા માટે તાલીમબધ EMT અને પાઈલટ સાથે તમામ પ્રકારના એડવાન્સ મેડિકલ ઇક્વિપમેન્ટ અને દવાઓથી સજ્જ હોય છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

૧૦૮ પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને મૂકવામાં આવે છે.એમ્બ્યુલન્સઓનું સ્થાન ઇમરજન્સી નું પેટર્ન અને છેલ્લા ૩-૪ વર્ષના તહેવારની ઇમરજન્સી કેસની સંખ્યા વગેરેના વિશ્લેષણ પર પર આધારિત આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર ઈમરજન્સી કેસને અને મીની વેકેશનના કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ ટ્રાફિક અકસ્માતોના કેસમાં વધારો થશે અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવાના શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી