સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા તા: 11/09/2024 બુધવારે રાત્રે 10:25 કલાકે 108 દ્વારા અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ તાપી…
વ્યારા તાલુકાના ડોલારા ગામ નો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ચોરવાડ લોકેશનની 108 ને મળ્યો હતો. ડોલારા ગામમાં રહેતા મહિમાબેન હિરાભાઈ ગામીત નામની મહિલા અતિ જોખમી સગર્ભા હતી
તેને 108 એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી તૈયારી કરી ને ઇએમટી યશ પુરબિયા અને પાયલોટ દીલીપ કોટવાળીયા એમ્બ્યુલન્સની રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે વ્યારા ની સરકારી હોસ્પિટલમાં 108 દ્વારા પહોંચાડવા માં આવ્યા.
દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા 108 જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી ચોરવાડ 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી