તાપી જિલ્લામાં મહિલા સંચાલિત ૧૪ સખી મતદાન મથકો

સમય ક્રાંતિ ન્યૂઝ..

સખી મતદાન મથકોનું સંચાલન કરતી મહિલા કર્મીઓ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

મતદારોની મદદ, મુંઝવણ અને સમસ્યાના નિરાકરણ માટે મહિલા કર્મીઓની સરાહનીય કામગીરી

ધાત્રી માતાને સાનુકૂળતા રહે તે માટે ખાસ ઘોડીયાની સુવિધા ઉભી કરાઈ

સખી મતદાન મથક ખાતે ઉભી કરાયેલી સુવિધાની સરાહના કરતા મતદારો

તાપી જિલ્લાના નાગરિકોએ આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકતંત્રની ઉજવણીમાં સહભાગી થયા હતા. યુવાવર્ગ, વડીલો, દિવ્યાંગો, અશક્ત-વયોવૃદ્ધ મતદાર સહિત મહિલાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે મહિલા મતદારો પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧ વ્યારા અને ૧૭૨ નિઝર વિધાનસભા મતવિસ્તારમાં મહિલા સંચાલિત ૧૪ સખી મતદાન મથકો ફાળવવામાં આવ્યા હતાં.

સખી મતદાન મથકો પર 70 જેટલી મહિલા કર્મીઓની નિમણૂંક કરાઈ હતી. તેમજ બુથ ઉપર મહિલા પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા આ મતદાન મથક પર ધાત્રી માતા પોતાના બાળક સાથે આવે ત્યારે તેમને કોઈ પણ અવગડ ન પડે તે માટે ખાસ ઘોડીયા (હિંચકા) ની વ્યવસ્થા કરાઈ હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ઉલ્લેખનીય છે કે, મતદાન મથકના સ્થળે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, ભારે તાપથી રક્ષણ માટે છાંયડો, મેડિકલ તેમજ પોલીસની ટીમ મતદારોની મદદ, મુંઝવણ અને સમસ્યાના નિરાકરણ માટે ખડેપગે ફરજ પર તૈનાત હતા. મહિલા કર્મીઓએ કુશળતા પૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

Related Posts
કોણ હતા બાબા સિદ્દીકી? લોરેન્સ બિશ્નોઈ 700 થી વધુ શૂટર્સ સાથે જોડાયેલી ગેંગને જેલમાંથી કઈ રીતે ચલાવે છે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. NCP અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી તેમના પુત્ર જીશાનની ઓફિસમાંથી બહાર Read more

કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ, ભારતે કેનેડામાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. વિદેશ Read more

ઉચ્છલ આઈટીઆઈ ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજવામાં આવ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ઉચ્છલ ખાતે ઔધોગિક તાલીમ સંસ્થામાં પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘઘાટન જિલ્લા Read more

વ્યારા નગરમાં ભવ્ય વિકાસ પદયાત્રા યોજાઈ જેમાં કલેકટર સહિતના અધિકારીઓ જોડાયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કલેકટર શ્રી વિપિન ગર્ગના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિકાસ પદયાત્રામાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, પોલીસ બેન્ડ, Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી