સમય ક્રાંતિ ન્યૂઝ..
નેપાળથી (Nepal) ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા હતા. અહીં આજે બુધવારે કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Plane crash) થયું હતું. આ પ્લેન એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. આ પ્લેન કાઠમાંડૂથી (Kathmandu) પોખરા જઈ રહ્યું હતું અને તેમાં 19 લોકો સવાર હતા.
વિગતો મુજબ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં આજે એક મોટી પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી હતી. જેમાં કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, કાઠમાંડૂના એરપોર્ટ પર બુધવારે થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે
પોખરા જતા લોકો અકસ્માતનો ભોગ બન્યા
પ્લેનમાં ક્રૂ અને ટેક્નિકલ સ્ટાફ સહિત 19 લોકો સવાર હતા, જેઓ પોખરા જઈ રહ્યા હતા. ત્યારે એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ટેકઓફની મિનિટોમાં રનવે પરથી સરકી જતાં આગ લાગી હતી. ત્યાર બાદ આ દુર્ઘટના ઘટી હતી. તેમજ વિમાન દુર્ઘટનાની તસવીરોમાં ધુમાડાના કાળા ગોટેગોટા અને જ્વાળાઓ જોઈ શકાય છે. જો કે વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી હતી. વિમાનમાં કોઈ યાત્રિ મુસાફરી કરી રહ્યા ન હતા. જેની માહિતી એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી.