૨૩ બારડોલી (અ.જ.જા) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું પરીણામ જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ..

૨૩-બારડોલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પ્રભુભાઇ નાગરભાઇ વસાવા કુલ ૭૬૩૯૫૦ મતો મેળવી ૨૩૦૨૫૩ મતોની લીડ સાથે જંગી જીત મેળવી

સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં ૨૩-બારડોલી લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ની મતગણતરી સોનગઢ સ્થિત સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે યોજાઇ હતી.જેમાં ૨૩ બારડોલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઇ નાગરભાઇ વસાવા કુલ ૭૬૩૯૫૦ મતો મેળવી ૨૩૦૨૫૩ મતોની લીડ સાથે જંગી જીત મેળવી હતી.

૨૩ બારડોલી બેઠક ઉપર કુલ ૧૩૪૦૪૩૨ મતો પૈકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઇ વસાવા કુલ ૭૬૩૯૫૦ મતો મેળવી ૨૩૦૨૫૩ મતોની લીડ સાથે જંગી જીત મેળવી હતી.જ્યારે રાષ્ટ્રીય કોગ્રેસ પાર્ટીના ઉમેદવાર સિધાર્થ અમરસીંહ ચૌધરીને કુલ. ૫૩૩૬૯૭ મતો મળ્યા હતા. /બી.એસ.પી ના ઉમેદવાર રેખાબેન હરસિંગભાઇ ચૌધરીએ કુલ ૧૬૧૪૪ મતો મેળવ્યા હતા.જ્યારે નોટાને કુલ ૨૫૫૪૨ મતો મળ્યા હતા.જ્યારે ટેન્ડર્ડ વોટ ૦૮ હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ઇવીએમ મશીનન ૩૭ રાઉન્ડ દ્વારા થયેલ મતગણતરી મુજબ જોઇએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઇ નાગરભાઇ વસાવાને કુલ ૭૫૭૭૮૭ મતો મેળવી અગ્રસ્થાને રહ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય કોગ્રેસ પાર્ટીના ઉમેદવાર સિધાર્થ અમરસીંહ ચૌધરીને કુલ ૫૨૬૦૫૪ મતો સાથે બીજુ સ્થાન મેળવ્યું હતુ. તેમજ નોટા ત્રીજા સ્થાને રહી કુલ ૨૪૭૬૨ મતો મેળવ્યા હતા. આ સાથે બી.એસ.પી ના ઉમેદવાર રેખાબેન હરસિંગભાઇ ચૌધરી કુલ ૧૫૮૭૨ મતો મેળવી ચોથો ક્રમ મેળવ્યો હતો.

જ્યારે પોસ્ટલ બેલેટ દ્વારા મળેલ મતોની વાત કરીયે તો, કોગ્રેસના ઉમેદવાર સિધાર્થ અમરસીંહ ચૌધરીએ કુલ ૭૬૪૩ મતો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઇ નાગરભાઇ વસાવા કુલ ૬૧૬૩ બીજા સ્થાને અને નોટા ત્રીજા સ્થાને રહી ૭૮૦ મતો મેળવ્યા હતા. આ સાથે બી.એસ.પી ના ઉમેદવાર રેખાબેન હરસિંગભાઇ ચૌધરી કુલ ૨૭૨ મતો મેળવી ચોથો ક્રમ મેળવ્યો હતો.

વિધાનસભા વાર વિગત જોઇએ તો

  1. ૧૫૬-માંગરોલ (એસટી) ઉપર ભારતીય જનતા પાર્ટી કુલ ૮૧૪૧૭ મતો મળ્યા હતા. જ્યારે કોગ્રેસ ને કુલ ૬૮૬૭૩ તથા બી.એસ.પી ના કુલ ૨૫૫૩ તથા નોટા કુલ ૩૧૩૦ મળી કુલ ૧૫૫૭૭૩ મતો મળ્યા હતા.

2.૧૫૭-માંડવી (એસટી) ઉપર ભારતીય જનતા પાર્ટી કુલ ૭૮૫૧૯ મતો, કોગ્રેસ પાર્ટી કુલ ૯૭૩૯૦ મતો,બી.એસ.પીના કુલ ૨૬૭૧ અને નોટા ૪૦૪૬ કુલ ૧૮૨૬૨૬ મતો મળ્યા હતા.

3.૧૫૮-કામરેજ ઉપર ભારતીય જનતા પાર્ટી કુલ ૨૦૭૨૭૩ મતો મળ્યા હતા.રાષ્ટ્રીય નેશનલ કોગ્રેસ પાર્ટી કુલ ૪૪૦૧૭ તથા બી.એસ.પી ના કુલ ૧૯૩૪ નોટા કુલ ૪૨૫૯ મતો મળી કુલ ૨૫૭૪૮૩ મતો મળ્યા હતા.

  1. ૧૬૯-બારડોલી(એસસી) ઉપર ભારતીય જનતા પાર્ટી કુલ ૧૨૮૭૫૪ મતો, કોગ્રેસ પાર્ટી કુલ ૪૫૯૯૬ મતો ,બી.એસ.પી ના કુલ ૧૯૭૦ ,નોટા કુલ ૨૯૫૪ મળી કુલ ૧૭૯૬૭૪ મતો મળ્યા હતા.
  2. ૧૭૦-મહુવા(એસટી) ઉપર ભારતીય જનતા પાર્ટી કુલ ૯૨૭૬૮ મતો, કોગ્રેસ પાર્ટી કુલ ૬૦૪૧૧ તથા બી.એસ.પી ના કુલ ૧૯૩૪ નોટા કુલ ૨૬૯૩ મળી કુલ ૧૫૭૮૦૬ મતો મળ્યા હતા.
  3. ૧૭૧-વ્યારા(એસટી) ઉપર ભારતીય જનતા પાર્ટી કુલ ૬૬૭૬૭ મતો, કોગ્રેસ પાર્ટી કુલ ૯૧૬૩૦, બી.એસ.પી ના કુલ૧૮૪૩ મતો ,નોટા કુલ ૩૨૭૪ મળી કુલ ૧૬૩૫૧૪ મતો મળ્યા હતા.
  4. ૧૭૨-નિઝર (એસટી) ઉપર ભારતીય જનતા પાર્ટી કુલ ૧૦૨૨૮૯ મતો, કોગ્રેસ પાર્ટી કુલ ૧૧૭૯૩૭ મતો મતો અને બી.એસ.પી ના કુલ,૨૯૬૭ નોટા કુલ ૪૪૦૬ મળી કુલ ૨૨૭૫૯૯ મતો મળ્યા હતા

આમ ૨૩ બારડોલી સાંસદિય મત વિસ્તારમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભા બેઠક પર ઈવીએમ અને પોસ્ટલ મતપત્રો મળી કુલ.૧૩૪૦૪૩૨ મતો નોધાયા હતા.

જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઇ વસાવા ઇવીએમ અને પોસ્ટલ બેલેટ મળી કુલ ૭૬૩૯૫૦ મતો સાથે વિજેતા બન્યા હતા.

ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉ વિપિન ગર્ગે 23-બારડોલી બેઠકની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિ પુર્ણ માહોલમાં સંપન્ન કરવા બદલ તમામ પક્ષો,તેમના કાર્યકરો, ચૂંટણી એજન્ટો, ઉમેદવારો, મીડિયા કર્મીઓ, અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી