૧૭૨-નિઝર બેઠક ઉપર સૌથી વધુ ૭૬.૦૫ ટકા મતદાન અને સૌથી ઓછુ ૧૫૮-કામરેજ ૪૩.૧૩ ટકા

સાત વિધાનસભા સીટો પૈકી તાપી જિલ્લામાં ૧૭૧- વ્યારા અને ૧૭૨- નિઝરના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું

તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન

સમય ક્રાંતિ ન્યૂઝ..

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે દેશના નાગરિકો ઉત્સુક બન્યા છે ત્યારે આજે ગુજરાત રાજ્યની ૨૫ સીટો ઉપર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ૨૩-બારડોલી (એસ.ટી) સંસદિય મતદાર વિભાગમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર સાંજે ૫-૦૦ કલાક સુધીમાં ૨૩-બારડોલી(એસટી) બેઠક ઉપર ૬૧.૦૧ ટકા મતદાન નોંધાયું હતું.

૨૩ બારડોલી(અજજા) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ઠ વિધાનસભાની સાતેય બેઠક ઉપર (૧) ૧૫૬ માંગરોલ (એસ.ટી) પુરૂષ- ૧૧૫૮૧૧ મતદારો પૈકી ૭૭૧૭૪ મતદારોએ પ્ોતાનો મત આપ્યો હતો તેમજ સ્ત્રી-૧૧૨૬૯૨ મતદારો પૈકી ૭૧૮૪૫ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને કુલ-૨૨૮૫૦૬ મતદારો પૈકી ૧૪૯૦૧૯ મતદારોએ પોતાનો મત આપી ૬૫.૨૧ ટકા મતદાન થયું હતું. (૨) ૧૫૭-માંડવી (એસટી) પુરૂષ મતદારો ૧૨૦૧૫૨ પૈકી ૮૬૧૭૪ મતદારો એ પોતાનો મત આપ્યો હતો. જ્યારે સ્ત્રી-૧૨૫૮૯૦ મતદારો પૈકી ૮૬૩૫૦ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને કુલ-૨૪૬૦૪૨ મતદારો પૈકી કુલ ૧૭૨૫૨૪ મતદારોએ મત આપી ૭૦.૧૨ ટકા મતદાન નોંધાવ્યું હતું. (૩) ૧૫૮-કામરેજ, પુરૂષ-૩૦૦૩૨૯ મતદારો પૈકી ૧૪૦૧૯૪ મતદારોએ પોતાનો મત આપ્યો હતો જ્યારે સ્ત્રી–મતદારો ૨૫૩૩૭૯ પૈકી ૯૮૬૪૪ મતદારોએ મત આપ્યો હતો. અને કુલ-૫૫૩૭૧૧ મતદારો પૈકી ૨૩૮૮૩૮ મતદારોએ મત આપી ૪૩.૧૩ ટકાવારી નોંધાવી હતી.(૪)૧૬૯-બારડોલી(એસસી) પુરૂષ મતદારો ૧૪૬૩૨૭ પૈકી ૯૦૦૮૨ મતદારોએ પોતાનો મત આપ્યો હતો તેમજ સ્ત્રી- મતદારો ૧૩૫૯૯૪ પૈકી ૮૦૨૧૭ મહિલાઓએ પોતાનો મત આપ્યો હતો અન્ય-૮ મતદારો મળીને ,કુલ-૨૮૨૩૨૯ મતદારો પૈકી ૧૭૦૩૦૧ મતદારોએ પોતાનો મત આપી ૬૦.૩૨ ટકા મતો આપ્યા હતા. (૫) ૧૭૦- મહુવા પુરૂષ મતદારો ૧૧૧૮૯૪ પૈકી ૭૪૫૮૭ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી- મતદારો ૧૧૮૨૨૭ પૈકી ૭૩૨૪૦ મતદારોએ મત આપ્યો હતો. આમ કુલ-૨૩૦૧૨૧ મતદારો પૈકી ૧૪૭૮૨૭ મતદારોએ ૬૪.૨૪ ટકા મત આપ્યા હતા (૬) ૧૭૧-વ્યારા(એસટી) પુરૂષ મતદારો ૧૦૭૫૩૩પૈકી ૭૭૧૯૫ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી મતદારો ૧૧૪૩૯૨ પૈકી ૭૬૭૦૫ મતદારોએ મત આપ્યા હતા. અને અન્ય-૫ મળીને કુલ-૨૨૧૯૩૦ મતદારો પૈકી ૧૫૩૯૦૨ મતદારોએ ૬૯.૩૫ ટકા મત આપ્યા હતા (૭) ૧૭૨-નિઝર(એસટી) પુરૂષ મતદારો ૧૩૯૦૮૦ પૈકી ૧૦૭૫૫૮ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી મતદારો ૧૪૬૬૮૯ પૈકી ૧૦૯૭૮૨ મતદારોએ પોતાનો મત આપી ૭૬.૦૫ ટકા મતદાન કર્યું હતું. અને કુલ-૨૮૫૭૬૯ મતદારો પૈકી ૨૧૭૩૪૦ મતદારોએ મત આપીને તમામ સીટો ઉપર સાંજે ૫-કલાક સુધીનું સૌથી વધુ મતદાન નોંધાવ્યું હતું. તમામ વિધાનસભા સીટો મળીને ૨૩-બારડોલી (એસ.ટી) સંસદિય બેઠક ઉપર કુલ પુરૂષ મતદારો ૧૦૪૧૧૨૬ પૈકી ૬૫૨૯૬૪ મતદારો એ પોતાનો મત આપ્યો હતો. જ્યારે સ્ત્રી મતદારો કુલ ૧૦૦૭૨૬૩ પૈકી ૫૯૬૭૮૩ મતદારોએ પોતાના ઉમેદવારને મત આપ્યા હતા ,અન્ય ૧૯ પૈકી ૪ મતદારોએ પોતાના મત આપ્યા હતા આમ સમગ્ર ૨૩ બારડોલીના કુલ મતદારો ૨૦,૪૮,૪૦૮ પૈકી ૧૨૪૯૭૫૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૬૧.૦૧ ટકા મતદાન સાંજે ૫-૦૦ કલાક સુધી નોંધાવ્યું હતું.

Related Posts
દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ, 24 કલાક માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્ય હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત Read more

રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી