સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ જાણકારી આપી : ૦૯ પૈકી ૦૭ ઉમેદવારી પત્રો માન્ય
બારડોલી (અ.જા.જ) સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે અંતિમ તારીખ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવા અંગે કુલ-૩૩ ફોર્મ વિતરણ કરાયા હતા. જેમાથી ભરાયેલા કુલ ૦૯ ઉમેદવારી પત્રોમાંથી ૦૭ ઉમેદવારી પત્રક માન્ય કરાયા. જ્યારે ૦૨ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ નોમીનેશન પત્રોની ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં માન્ય થયેલ ઉમેદવારી પત્રોમાં ઉમેદવારના નામ અને પક્ષ પ્રમાણે ૦૪ પત્ર પરભુભાઈ નાગરભાઈ વસાવા (ભારતીય જનતા પાર્ટી ), ૦૨ પત્ર ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ ( ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) અને ૦૧ પત્ર રેખાબેન હરસિંગભાઇ ચૌધરી (બહુજન સમાજ પાર્ટીના છે.તેમજ રદ કરવામાં આવેલ ૦૧ ફ્રોમ અર્જુનભાઇ ઉમેદભાઇ ચૌધરી(બીજેપી) અને ૦૧ ચૌધરી અમરસિંહ ઝીણા ભાઈ( કોંગ્રેસ) દ્વારા ઉમેદવારીપત્ર ભરેલ હતું , ફોર્મ-બી માં આ ઉમેદવારોને વૈકલ્પિક ઉમેદવાર તરીકે દર્શાવેલ હતા. મુખ્ય ઉમેદવારો તરીકે પ્રભુભાઇ વસાવા (બીજેપી) અને ચૌધરી સિધ્ધાર્થ અમરસિંહનું( કોંગ્રેસ) નું ઉમેદવારી પત્ર સ્વીકાર કરવામાં આવેલ છે, તેમજ આ ઉમેદવારશ્રીઓના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનાર ફક્ત એક જ હોય તથા અપક્ષ તરીકે માન્ય રાખવા ૧૦(દસ) દરખાસ્ત કરનારાઓની જરૂર હોય, દરખાસ્ત કરનાર પુરતી સંખ્યામાં ન હોય, અપક્ષ તરીકે પણ ઉમેદવારી માન્ય રાખવા જણાતી ન હોય, ચકાસણીના અંતે આ ઉમેદવારીપત્રો અસ્વીકાર કરવામાં આવેલ છે.
તેમજ રદ કરવામાં આવેલ ૦૧ ફ્રોમ અર્જુનભાઇ ઉમેદભાઇ ચૌધરી(બીજેપી) અને ૦૧ ચૌધરી અમરસિંહ ઝીણા ભાઈ( કોંગ્રેસ) દ્વારા ઉમેદવારીપત્ર ભરેલ હતું , ફોર્મ-બી માં આ ઉમેદવારોને વૈકલ્પિક ઉમેદવાર તરીકે દર્શાવેલ હતા. મુખ્ય ઉમેદવારો તરીકે પ્રભુભાઇ વસાવા (બીજેપી) અને ચૌધરી સિધ્ધાર્થ અમરસિંહનું( કોંગ્રેસ) નું ઉમેદવારી પત્ર સ્વીકાર કરવામાં આવેલ છે, તેમજ આ ઉમેદવારશ્રીઓના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનાર ફક્ત એક જ હોય તથા અપક્ષ તરીકે માન્ય રાખવા ૧૦(દસ) દરખાસ્ત કરનારાઓની જરૂર હોય, દરખાસ્ત કરનાર પુરતી સંખ્યામાં ન હોય, અપક્ષ તરીકે પણ ઉમેદવારી માન્ય રાખવા જણાતી ન હોય, ચકાસણીના અંતે આ ઉમેદવારીપત્રો અસ્વીકાર કરવામાં આવેલ છે.