લોકશાહીના મહાપર્વમાં આજે તાપી જિલ્લાના ૨૪૩૬ દિવ્યાંગ મતદારો સહભાગી બનશે

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનોની સુવિધા માટે વિશેષ કાળજી

સમય ક્રાંતિ ન્યૂઝ..

૦૭ મે ના રોજ લોકસભાની ચૂંટણી સુપેરે પાર પડે અને દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ‘એવરી વોટ કાઉન્ટ્સ’ના ધ્યેય સાથે કાર્યરત ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

તાપી જિલ્લાની કુલ ૨ બેઠક પર ૨૪૩૬ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેઓને મત આપવા સુલભ્ય વાતાવરણ પુરૂં પાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.ત્યારે જિલ્લા સેવાસદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉ.વિપિન ગર્ગે તાપી જિલ્લામાં ફાળવવામાં આવેલ કુલ ૧૫ “સક્ષમ રથ”ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ચૂંટણી અધિકારીશ્રી ગર્ગે જણાવ્યું હતું કે દિવ્યાંગ અને વૃધ્ધજનો માટે કુલ- ૪૬૮ મતદાન મથક પૈકી ૩૩૯ મથકો પર વ્હીલચેરની વ્યવસ્થા સહીત ડ્રોપ ફેસેલીટી અંતર્ગત જિલ્લાના પ્રત્યેક ૩૦ મતદાન મથક સ્થળ વચ્ચે એક “સક્ષમ રથ-(વાહન વ્યવસ્થા)નુ આયોજન કરવામાં આવેલ છે.મતદાનના દિવસે કોઈ દિવ્યાંગ/વરિષ્ઠ નાગરીકેને વાહનની જરૂરીયાત ઉભી થાય અને સમયસર વાહનનો લાભ મળી રહે તે હેતુ થી બન્ને વિધાનસભા મતવિસ્તારમા વાહનની જરૂરીયાત મુજબ કુલ ૧૫ રૂટ ઉભા કરવામા આવેલ છે જેમાં કુલ ૧૫ “સક્ષમ રથ”ની કાર્યરત રહશે. ૧૭૧- વ્યારા માટે ૦૫ અને ૧૭૨-નિઝર વિધાનસભા બેઠક માટે ૧૦ સક્ષમ રથ”ની ફળવણી કરવામાં આવી છે.

પ્રત્યેક “સક્ષમ રથ” મા એક વ્હિલચેર સાથે એક સહાયક ઉપલબ્ધ રહેશે. જેમા હેલ્પલાઈન પર વાહનની જરૂરીયાત અંગેનો કોલ આવ્યથી જે-તે રૂટની ગાડી ત્યાં ઉપસ્થિત રહી દિવ્યાંગ/વરિષ્ઠ મતદાતાને સુગમ્યથી મતદાન કરાવવામાં મદદરુપ થઈ શકે છે. જેના થકી મતદાનના દિવસે દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરીક સુગમ્ય રીતે મતદાન કરી શકશે.

દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો મત આપવા લાઇનમાં ઉભા રહેવામાં મુશ્કેલી ન અનુભવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન બુથ પર અલગથી લાઇન, રેમ્પ તથા જરૂરીયાત ધરાવતા ૨૧૪ બુથો પર સહાયકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યુ હતું કે મતદાનના દિવસે દિવ્યાંગ અને વૃધ્ધ મતદારોની જરૂરીયાતોને સરળતાથી પહોંચી વળવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં-૪ ગ્રાઉન્ડ ફલોર જિલ્લા સેવા સદન-વ્યારા, જિ. તાપી ખાતે મતદારોને સહાયતા મળી રહે તે હેતુ માટે હેલ્પલાઈન કેન્દ્ર શરૂ દ્વારા હેલ્પલાઈન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ હેલ્પલાઈન નંબર ૭૦૬૯૩૦૦૬૪૬, ૭૦૬૯૩૦૦૪૫૪, ૭૦૬૯૩૦૦૪૫૫, ૭૦૬૯૩૦૦૪૭૪ અને ૭૪૩૪૦૭૭૦૦૮નો સંપર્ક કરવાથી દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો ઘરે બેઠા પીક અપ અને ડ્રોપ આઉટ ફેસેલીટી સુવિધા પ્રાપ્ય કરી શકાશે. શ્રવણ ક્ષતિ કે વાણી અંગે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે સાઇન લેન્ગવેજના જાણકારને જિલ્લા કક્ષાના કન્ટ્રોલ રૂમમાં સહાયક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.જેના થકી દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક સુગમ્ય રીતે મતદાન કરી શકે.

તાપી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના દિશા-નિર્દેશમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસ હાથ ધરાયા છે.

હેલ્પલાઈન નંબર ૭૦૬૯૩૦૦૬૪૬, ૭૦૬૯૩૦૦૪૫૪, ૭૦૬૯૩૦૦૪૫૫, ૭૦૬૯૩૦૦૪૭૪ અને ૭૪૩૪૦૭૭૦૦૮નો સંપર્ક કરવાથી દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો ઘરે બેઠા પીક અપ અને ડ્રોપ આઉટ ફેસેલીટી પ્રાપ્ય કરી શકશે

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી