તાપી જિલ્લામાં લોકશાહીના અવસરમાં સહભાગી બનતા ૩૦૭ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો

તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારમાં ૨૬૭ વરિષ્ઠ અને ૪૦ દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યુ

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના ૨૩ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ અનેક દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકોએ દ્વારા હોમ વોટિંગ સુવિધાનો લાભ લઇને મતદાન કર્યુ હતું.

જિલ્લામાંથી ૨૬૭ વરિષ્ઠ મતદારો અને ૪૦ દિવ્યાંગ મતદારો મળી કુલ ૩૦૭ જેટલા મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી લોકશાહીમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. આ સાથે વૃદ્ધ નાગરિકો તેમજ દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો તેમજ દિવ્યાંગ મતદારો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે (હોમ વોટિંગ) તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી