સમય ક્રાંતિ ન્યૂઝ..
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ યથાવત રહેતા ડેમમાં 98 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. જેને પગલે ડેમ રૂલ લેવલથી પોણા ફૂટ દૂર રહેતા ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 40 હજાર ક્યુસેક પાણી છોડવાનું આગોતરું પગલું ભરી લેવાયું છે.
ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિતેલાં ચોવીસ કલાકમાં પણ આ રીતે વરસાદ યથાવત રહ્યો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈનગેઝ સ્ટેશન પૈકી યેરલીમાં 15 મીમી, નંદુરબારમાં 13 મીમી, ખેતીયામાં 14 મીમી, નિઝરમાં 17 મીમી, અક્કલકુવામાં 12 મીમી, ડોસવાડામાં 21 મીમી, ઉકાઈમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. જેને પગલે હથનુર ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ઉકાઈ ડેમમાં દિવસભર 98 હજાર ક્યુસેક પાણીની આવક હતી. આશરે એક લાખ ક્યુસેક જેટલી પાણીની આવકથી ડેમની સપાટી વધીને 334.27 ફૂટે પહોંચી હતી. જે રાત સુધીમાં રૂલ લેવલ 335 ફુટ સુધી પહોંચવાનું હતું. જેને પગલે તંત્ર દ્વારા સતર્કતકાના ભાગે ઉકાઈ ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 40 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. પ્રકાશા ડેમમાંથી 74 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જુઓ વિડિયો..