સમય ક્રાંતિ ન્યૂઝ..
શ્રીલંકા સામેની ત્રીજી વન ડેમાં અવિશ્કા ફર્નાન્ડો (96 રન)ની શાનદાર ઈનિંગ અને ડ્યુનિથ વેલાલાગે (05/27)ની ધારદાર બોલિંગ સામે ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી હતી. શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી ODI મેચમાં ભારતને 110 રનથી હરાવ્યું હતું. જેની સાથે વન ડે શ્રેણી 2-0થી જીતી હતી. ભારતીય ટીમ 1997 પછી એટલે કે 27 વર્ષ પછી શ્રીલંકા સામે શ્રેણી હારી છે. ભારતીય ટીમ આ સિરીઝમાં બેટિંગમાં સંપૂર્ણપણે નિરાશ થઈ છે. ટીમ ઈન્ડિયાની હારના પાંચ મોટા કારણો.
સીનિયર્સ પ્લેયર્સે કર્યા નિરાશ
શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રોહિત શર્મા સહિત ઘણા સીનિયર ખેલાડીઓ ટીમનો ભાગ હતા, પરંતુ રોહિત સિવાય કોઈ બેટ્સમેન જવાબદારી નિભાવી શક્યો ન હતો. વિરાટ કોહલી ત્રણ મેચમાં માત્ર 58 રન જ બનાવી શક્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે ત્રણ મેચમાં 38 રન બનાવ્યા હતા. પ્રથમ બે મેચમાં કેએલ રાહુલને તક આપવામાં આવી હતી, પ્રથમ મેચમાં કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.
છેલ્લી ODI મેચમાં ઋષભ પંતને તક આપવામાં આવી હતી, પરંતુ લગભગ 18 મહિના બાદ ODIમાં વાપસી કરી રહેલો પંત માત્ર છ રન બનાવી શક્યો હતો. સિનિયર ખેલાડીઓના ફ્લોપ શોએ ટીમ ઈન્ડિયાની નાવ ડૂબી ગઈ.
બોલિંગમાં કોઈ ધાર જોવા મળી ન હતી
શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં પણ ટીમ ઈન્ડિયાની બોલિંગ સારી દેખાઈ ન હતી અને આ સીરીઝમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો અને વનડે સીરીઝમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને તક આપવામાં આવી હતી, પરંતુ બંને બોલરો પ્રભાવ પાડી શક્યા ન હતા. સ્પિન બોલિંગની વાત કરીએ તો કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકાના બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવી શક્યા નથી.