સમય ક્રાંતિ ન્યૂઝ..
અમદાવાદમાં માણેકચોકમાં એક સોનાના વેપારી સાથે 1.30 કરોડની છેતરપિંડી થવા પામી છે. જેમાં જે પેમેન્ટ થયુ છે તે નકલી ચલણી નોટો હતી. ખાસ કરીને મહાત્મા ગાંધીજીના સ્થાને આ નકલી નોટો પર બોલીવૂડ સ્ટાર અનુપમ ખેરની તસ્વીરો છાપેલી હતી. મહત્વની વાત એ છે કે નકલી નોટો આપી કઠિયો આટલી મોટી રકમનું સોનું લઈ રફૂચક્કર થઈ ગયો હતો.
માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ હતી. સોનુ વેપારીએ સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મંગાવ્યુ હતું. જેની સામે રૂપિયા 500 ના દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ ઓફિસેથી લઈ જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 1.30 કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ 500 ના દરની ચલણી નોટો નકલી હતી. એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરની તસ્વીર હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું.