બારડોલી લોકસભા બેઠક માટે 64.81 ટકા મતદાન થયું છે.જેમાં સૌથી વધુ નિઝર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન નોંધાયું છે.

સમય ક્રાંતિ ન્યૂઝ..

બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદારો દ્વારા ગત ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.જેમાં બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.

જેમાં સૌથી વધુ મતદાન નિઝર વિધાનસભા બેઠકમાં 79.63 ટકા નોંધાયું છે.જ્યારે સૌથી ઓછું મતદાન કામરેજ વિધાનસભા બેઠક પર 46.50 ટકા નોંધાયું હોવાની માહિતી તાપી સેવાસદન ખાતેથી 1 વાગ્યે આપવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં ૨૩-બારડોલી સમાવિષ્ઠ તાપી જિલ્લાની ૧૭૨-નિઝર બેઠક ઉપર સૌથી વધુ ૭૯.૬૩ ટકા મતદાન અને સૌથી ઓછુ કામરેજ ૧૫૮ બેઠક ઉપર ૪૬.૫૦ ટકા મતદાન નોંધાયું

૨૩ બારડોલી બેઠકમાં અગાઉની લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ માં ૭૩.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. જેની સરખામણીમાં આ વર્ષની લોકસભા સામાન્ય ચૂંટણીમાં ૮.૭૭ ટકા ઓછુ મતદાન નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે આ જ બેઠકવાળી વિધાનસભા સીટ ૧૭૨-નિઝરમાં સૌથી વધુ ૮૨.૯૨ ટકા નોંધાયું હતું અને સૌથી ઓછુ ૧૫૮-કામરેજ ઉપર ૬૨.૬૨ ટકા નોંધાયું હતું

(માહિતી બ્યુરો તાપી) તા.૦૮ – લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની સીટ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૨૩ બારડોલી(અજજા) બેઠક ઉપર સાંજે ૬-૦૦ કલાક સુધીમાં મતદાન સંપન્ન થયું હતું. તાપી જિલ્લાો અંતરિયાળ વિસ્તાર ધરાવતો હોઈ સાંજે થયેલા મતદાનની ટકાવારી ની વિગતો મોડી રાત્રે સુધી કામગીરી ચાલુ રહેતા ૧૭૧- વ્યારા અને ૧૭૨-નિઝર એમ બે સીટો ઉપર થયેલ મતદાનની ટકાવારી આજરોજ ચૂંટણીતંત્ર દ્વારા પ્રાપ્ત થયેલ છે. ઉનાળાની ગરમીને કારણે કદાચ ગત વર્ષની સરખમણીએ મતદાન ઓછુ થયું હોવાનું કહી શકાય. ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ કરી ચૂંટણી તંત્ર સજ્જ બન્યું હતું. તાપી જિલ્લામાં મતદારોની જાગૃતિ,ચૂંટણી તંત્રની જુદી જુદી ટીમોની તાલીમો,મીટીંગો વિગેરે આયોજનબધ્ધ કરીને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉનાળાને ધ્યાને લઈને મતદારો માટે પાણીની સુવિધા,મેડિકલ સુવિધા,હેલ્પ સેન્ટરો સહિત દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.ફલસ્વરૂપે ૨૩-બારડોલીની તમામ સાત વિધાનસભાની સીટો પૈકી ૧૭૨-નિઝર બેઠક ઉપર સૌથી વધુ મતદાન ૭૯.૬૩ ટકા નોંધાયું હતુ અને ૧૭૧-વ્યારામાં ૭૩.૬૮ જેટલું મતદાન નોંધાયું હતું. જે આદિવાસી ગ્રામીણ ક્ષેત્રોમાં મતદારોની જાગૃતિ કહી શકાય. તથા ૧૫૮-કામરેજ બેઠક ઉપર સાત સીટો પૈકી સૌથી ઓછુ મતદાન ૪૬.૫૦ ટકા મતદાન નોંધાયું હતું. ૨૩ બારડોલી બેઠકમાં અગાઉની લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ માં ૭૩.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. જે ગત વર્ષની સરખામણીમાં ૮.૭૭ ટકા ઓછુ મતદાન થયું તેમજ વિધાનસભા સીટ ૧૭૨-નિઝરમાં સૌથી વધુ ૮૨.૯૨ ટકા નોંધાયું હતું અને સૌથી ઓછુ ૧૫૮-કામરેજ ઉપર ૬૨.૬૨ ટકા નોંધાયું હતું. આમ ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાનની ઓછી ટકાવારી નોંધાઈ છે.

૨૩ બારડોલી(એસટી) સંસદિય વિસ્તાર સમાવિષ્ઠ વિધાનસભાની સીટોવાઈઝ મતદાન સરવૈયું
વિધાનસભાસીટ કુલ મતદારો મતદારોએ મત આપ્યા કુલ ટકા
૧૫૬-માંગરોલ (એસટી) ૨૨૮૫૦૬ ૧૫૭૩૯૮ ૬૮.૮૮
૧૫૭-માંડવી(એસટી) ૨૪૬૦૪૨ ૧૮૩૫૦૮ ૭૪.૫૮
૧૫૮-કામરેજ ૫૫૩૭૧૧ ૨૫૭૪૮૩ ૪૬.૫૦
૧૬૯-બારડોલી(એસસી) ૨૮૨૩૨૯ ૧૮૦૩૬૮ ૬૩.૮૯
૧૭૦-મહુવા(એસટી) ૨૩૦૧૨૧ ૧૫૭૮૦૬ ૬૮.૫૮
૧૭૧-વ્યારા(એસટી) ૨૨૧૯૩૦ ૧૬૩૫૦૯ ૭૩૦૬૮
૧૭૨-નિઝર (એસટી) ૨૮૫૭૬૯ ૨૨૭૫૫૬ ૭૯.૬૩
કુલ- ૨૦૪૮૪૦૮ ૧૩૨૭૬૨૮ સરેરાશ ૬૪.૮૧
આમ લોકશાહીના અવસરમાં તાપી જિલ્લો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૨૩ બારડોલીની બેઠક ઉપર મોખરે રહ્યો છે.

Related Posts
મહીસાગર કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે 13 લાખની એસયુવી બુક કરાવી

સમય ક્રાંતિ ન્યૂઝ.. મહિસાગર જિલ્લામાં ચકચાર જગાવતાં કલેક્ટરના બોગસ ઓર્ડરમાં પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં સફલતા મળી છે. Read more

ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મામલે અમલસાડમાં થઈ બબાલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. Read more

મીટિંગ માટે ન આવ્યા ડોક્ટર, મમતા બેનર્જી રાહ જોતા રહ્યા, કહ્યું- હું રાજીનામું આપવા તૈયાર

સમય ક્રાંતિ ન્યૂઝ.. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ Read more

અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ તાપી…

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા તા: 11/09/2024 બુધવારે રાત્રે 10:25 કલાકે 108 દ્વારા અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી