સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વેબ સાઈટના માધ્યમ થી જાહેર કર્યું હતું જેમાં તાપી જિલ્લાનું પરિણામ પણ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી
તાપી જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં 68.41 ટકા પરિણામ તાપી જિલ્લાનું જાહેર થયું હતું.જેને લઇ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી તૈયારી કરવા માટે જણાવવામાં આવ્યું હતું.તો બીજી તરફ તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સારું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.જેમાં તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 94.01 ટકા પરિણામ જાહેર થયું હોવાની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી.