સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે કેટલા રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યુ છે જેના પગલે તંત્ર દ્વારા નીચાણ વાળા લો લેવલ કૉઝવે પરના રસ્તાઓ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી છે
તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા હતા.જેમાં કુલ 87 માર્ગ આજે બુધવારના રોજ 1 કલાકે મળેલી માહિતી મુજબ વ્યારા તાલુકાના 22,ડોલવણ તાલુકાના 30,વાલોડ તાલુકાના 20,અને સોનગઢ તાલુકાના 15 માર્ગ જે પંચાયત હસ્તકના જોઈ જેને બંધ કરાયા હતા.જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગના ત્રણ માર્ગ બંધ કરવામાં આવતા વાહનચાલકોની સમસ્યા વધી હતી.જોકે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ હતી.