સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક રોહિત પવારની પત્નીની સિઝેરિયન ડિલિવરી થતાં મરનાર યુવકે પત્ની અને બાળકને તાત્કાલિક ઘરે લઈ આવવા માટે પિતાને કહ્યું હતું.
જેમાં પિતાએ થોડા દિવસ પછી લઈ આવવા માટે જણાવ્યું હતું.જે બાબતનો ઝગડો થતાં મરનાર યુવકને ખોટું લાગી આવતા રહેણાંક મકાનના પતરાના શેડ સાથે દોરી બાંધી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.જે બાબતની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઇ છે.જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી.