સમય ક્રાંતિ ન્યૂઝ..
વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ ઘડિયાળો વેચી ગ્રાહકોને લૂંટવામાં આવી રહ્યાં હતાં. બ્રાન્ડેડ કંપનીની ફરિયાદના પગલે દરોડા પાડી દુકાનદારની પોલ ઉઘાડી પાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર શહેરના પુણા વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કિમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી. તેથી કંપનીએ આ મામલે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે સ્કિમી કંપનીની વોચનું ડુપ્લીકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો.પુણાની આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ વેચવામાં આવતી હતી. દુકાનદાર ઓનલાઈન દેશભરમાં વોચ સપ્લાય કરતો હતો. કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કિમીની વોચ રીપેરીંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મિકેનિઝમ પર તેમને શંકા થઈ હતી.