સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સીસોર ગામે કોટવાળીયા ફળિયામાં ગાયનું કતલ કરી માંસ કાઢતા હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે ઘટના સ્થળે પોહચી કાર્યવાહી હાથ ધરી હતી.જે પ્રકરણમાં પોલીસને જોઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
જેમાં બહાદુર મુંગજી કોટવાળીયા,વજેસિંગ ઉર્ફ ચિમો દેવજી કોટવાળીયા અને રસિક મૂંગજી કોટવાળીયા વિરૂદ્ધ ગુનો દાખલ કરી આ ત્રણ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5 કલાકે મળી હતી.