સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા સહિત રાજ્યમાં હાલમાં ઓનલાઇન ના નામે ઘણા ફ્રોડ ભેજાબાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે પણ સતર્ક રહીએ એ બાબતે પોલીસ તંત્ર દ્વારા ઘણા પોગ્રામ કરવામાં આવે છે ત્યારે આજે સોનગઢ ખાતે એક ૧૦ લાખ નો ફ્રોડ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે..
તાપી જિલ્લાના સોનગઢ શહેરની એક સોસાયટીમાં રહેતા ફરિયાદીને મુંબઈ સાયબર બ્રાન્ચ માંથી બોગસ ફોન આવ્યો હતો.જેમાં તમારું પાર્સલ ઈરાન જઈ રહ્યું છે એમ કહી ફરિયાદ દાખલ કરવાની હોઈ જેમાં ફરિયાદીને મુંબઈ નહિ બોલાવી ઓનલાઇન કોલ કરી દસ લાખની લોન ઓનલાઇન એપ્રુવ કરાવી દસ લાખની છેતરપિંડી થતાં ફરિયાદી દ્વારા દસ લાખના ફ્રોડની ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5.15 કલાકે મળી હતી.