સમય ક્રાંતિ ન્યૂઝ..
જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની ભાગીદરી નોધાવશે
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી તાપી દ્વારા નેશનલ સ્કૂલ ગેમ્સ-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૫/૦૮/૨૦૨૪ નાં રોજ શ્રી.બી.ટી.& કે.એલ.ઝવેરી સાર્વજનીક હાઇસ્કુલ બુહારી ખાતે જિલ્લા કક્ષાની કરાટે રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમત સ્પર્ધામાં અં-૧૪ ભાઈઓમાં કુલ ૦૧ ખેલાડીઓ, અં-૧૪ બહેનોમાં કુલ ૦૪ ખેલાડીઓ, અં-૧૭ ભાઈઓમાં કુલ ૦૮ ખેલાડીઓ, અં-૧૭ બહેનોમાં કુલ ૦૪ ખેલાડીઓ, અં-૧૯ ભાઈઓમાં કુલ ૦૭ ખેલાડીઓ, અં-૧૭ બહેનોમાં કુલ ૦૩ ખેલાડીઓ મળી કુલ તાપી જિલ્લા માંથી ૧૬ ભાઈઓ અને ૧૧ બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.
આ સ્પર્ધામાં જિલ્લા રમતગમત અધિકારી અને શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી તાપી જિલ્લા વહિવટી તંત્ર સહિત જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.