સમય ક્રાંતિ ન્યૂઝ..
કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગ હસ્તે આરસેટી તાપીનો વાર્ષિક પ્રગતિ અહેવાલ 2024નું વિમોચન કરાયું
લીડ બેંક તાપી દ્વારા 31-03-2024ના રોજ પુરા થતા વર્ષ 2023-24 ના બેન્કોના વાર્ષિક લક્ષ્યાંકની સમીક્ષા કરવા માટે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે DLCC રિવ્યું બેઠક યોજાઇ હતી.જેમાં વિવિધ સરકારી યોજનાઓ જેવી કે પી.એમ.જનધન એકાઉન્ટ, જન સુરક્ષા અને જીવન જ્યોતિ વીમા યોજના,પ્રધાન મંત્રી મુદ્રા યોજના,અટલ પેન્શન યોજના આદિ વિવિધ યોજના ની સમીક્ષા કરવા આવેલ હતી.
કલેકટર શ્રી ડૉ વિપિન ગર્ગના હસ્તે આરસેટી તાપીનો વાર્ષિક પ્રગતિ અહેવાલ (Annual Activities Report) 2024નું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી ડો.ગર્ગે જણાવ્યું હતું કે,દરેક તાલીમાર્થીઓ સેટલ થાય એ સાથે બેંક લોન પણ જરૂરિયાત પ્રમાણે મેળવી શકે અને તાલીમાર્થીઓ બેંક સાથે જોડાઈને કાર્ય કરે તેવા પ્રયાસો કરવા તમામ બેંકર્સને અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહએ સખી મંડળની બહેનોને તાલીમ મળે અને બેંક દ્વારા તેમને કેશ ક્રેડિટ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
બેંક ઓફ બરોડાના રીજનલ હેડશ્રી આદર્શ કુમાર એ જણાવ્યું હતુ કે બેંક આરસેટીના માધ્યમથી જિલ્લા ના પછાત વર્ગના લોકોને વ્યવસાય લક્ષી વિવિધ તાલીમો આપી રહી છે અને તેમની આર્થિક પ્રગતિ થાય તેવા તમામ પ્રયત્નો આરસેટી ટીમ અને બેંક દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ,બેંક ઓફ બરોડાના રીજનલ મેનેજર શ્ર આદર્શ કુમાર અને લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા, રિઝર્વ બેન્કના યશરાજ વૈષ્ણવ,નાબાર્ડ ના DDM શ્રી રૂપેશજી તથા આરસેટીના ડાયરેક્ટ શ્રી કિરણ સાતપૂતે, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારીશ્રી ધર્મેશ સોલંકી અને વિવિધ બેન્કોના પ્રતિનિધિ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.