સમય ક્રાંતિ ન્યૂઝ..
સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ આગામી ૭મી ઓગસ્ટ સુધી https://forms.gle/bo15QEASDxh8pmAE6 તથા QR કોડ સ્કેન દ્વારા રજિસ્ટેશન કરવાનું રહશે
માહિતી બ્યુરો,તાપી તા.૦૫ તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ તથા વ્યસન મુક્ત-તાપી નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર તાપી દ્વારા આગામી ૯મી ઓગસ્ટના રોજ સવારે ૫:૦૦ કલાકે ડ્યુઆથ્લોન( સાઇકલિંગ અને રનિંગ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ ૦૭/૦૮/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી આપેલ લિંક https://forms.gle/bo15QEASDxh8pmAE6 તથા QR કોડ સ્કેન કરી રજિસ્ટેશન કરવાનું રહશે.આ સ્પર્ધાની શરુઆત જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસેથી કરવામાં આવશે.
નોધનિય છે કે, આ સ્પર્ધામાં મુખ્ય ૦૨ ઈવેન્ટ (૩૦ કિ.મી. સાઈકલીંગ+૦૫ કિ.મી. રનીંગ અને ૨૦ કિ.મી. સાઈકલીંગ+૦૩ કિ.મી. રનીંગ) યોજાશે. એક ખેલાડી કોઈ પણ એક ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. એક ઈવેન્ટમાં સાઈકલીંગ અને રર્નીંગ એમ બન્ને પેટા ઇવેન્ટ કરવાની રહેશે. સાઈકલીંગ અને રર્નીંગ એમ બન્ને પેટા ઈવેન્ટ નો સમય સાથે નોંધવામાં આવશે અને તેના આધારે પરીણામ જાહેર કરવામાં આવશે.આ સ્પર્ધામાં પ્રથમ સાઈકલીંગ અને ત્યારબાદ રનીંગ કરવાની રહેશે.
આ સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનો એમ ૦૨ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. ભાગ લેનાર ખેલાડીઓને સ્પર્ધા સ્થળે થી ટી-શર્ટ તથા વિજેતા ભાઈઓ – બહેનોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવશે તેમજ તમામ ફિનીશર ખેલાડીઓને મેડલ આપવામાં આવશે.આથી આ સ્પર્ધામાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે સૌને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર અપિલ કરવામાં આવી છે