કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજાઇ

તાપી જિલ્લાના ૭૧ ખેડૂત ભાઇઓ બહેનોએ પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન મેળવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ..

આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે-વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજાઇ હતી. જેમાં તાપી જિલ્લાના ૭૧ ખેડૂત ભાઇઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમના મુખ્ય મહેમાન અને કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે ખેતીક્ષેત્રે બજાર વ્યવસ્થાપન માટે નવીન પદ્ધતિઓ અપનાવવા સૂચનો કર્યા હતા.

શ્રી એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી દ્વારા મોડેલ પ્રાકૃતિક ફાર્મ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને આહવાન કર્યુ હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

નાયબ બાગાયત નિયામકશ્રી તુષાર ગામીત, દ્વારા બાગાયતી પાકોમાં વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિ થકી શાકભાજી અને ફળપાકોનું ગુણવત્તાસભર ઉત્પાદન લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

નાયબ ખેતી નિયામક, સુરત શ્રી નિતીન ગામીત દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી ખેડૂતોને ઝેર-મુકત ખેતી તરફ વળવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેત ઉત્પાદનો થકી માનવ સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે સમજણ આપી હતી.

ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ)એ પ્રાકૃતિક ખેત ઉત્પાદનના બજાર વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ડૉ. ઢોડિયાએ એગ્રોટુરિઝમ થકી શહેરનો રૂપિયો ગ્રામ્ય વિસ્તારમાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માર્ગદર્શિત કરી બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા ખેતીપાકોમાં થતાં વિવિધ રોગ જીવાતોના નિવારણ કરવાની વિવિધ પ્રાકૃતિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શ્રી પ્રકાશભાઈ ચૌધરી, સંયોજક-પ્રાકૃતિક ખેતી, તાપીએ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત વિશે જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને FPO સાથે મળી વેચાણ કરવા ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. તેમજ શ્રી નિરવ એન. મકાણી, ટ્રેનિંગ આસિસ્ટન્ટ અને ફાર્મ મેનેજર દ્વારા કેવિકેના વિવિધ નિદર્શન એકમો અને પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં મુંઝવતા વિવિધ પ્રશ્નોનુ વૈજ્ઞાનિકશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરીને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ઘનશ્યામ બી. ઢોલે, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી