સમય ક્રાંતિ ન્યૂઝ..
દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર લાગેલી ભીષણ આગને કારણે આસપાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
પૂર્વ દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર રવિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સાંજે 5:22 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર એન્જિન તાત્કાલિક સ્થળ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આ અંગે દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપનો દાવો છે કે આ આગના કારણે ફેલાતા ધુમાડાને કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.