સોનગઢ તાલુકાના ડોસવાડા નજીકથી વનવિભાગની ટીમે સાગ અને સીસમના લાકડા ભરેલા ટેમ્પા સાથે એકને ઝડપી લીધો.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ સાદડવેડ રેંજના વન અધિકારીની ટીમ દ્વારા ડોસવાડા ગામની સીમ માંથી સાગ અને સીસમના લાકડા ગેરકાયદેસર રીતે ટેમ્પામાં ભરી લઈ

જતા આરોપી જયેશ છનાભાઈ ગામીતને ઝડપી લઈ કુલ 4 લાખ 41 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ અન્ય આરોપી ઇકબાલ શેખ તેમજ આરીફ અને અન્ય બે ઈસમોને હાલ વોન્ટેડ જાહેર કરાયા છે.જે માહિતી 3 કલાકની આસપાસ અપાઈ હતી.નાયબ વન સંરક્ષકશ્રી વ્યારા અને મદદનીશ વન સંરક્ષકશ્રી વ્યારાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ સાદડવેલ રેંજ ખાતે ખાનગી બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ સાથે રહી મોટા તારપાડાથી આમલગુંડી થી સરૈયા અને ડોસવાડા રોડ ઉપર ગેરકાયદેસર રીતે જંગલ ચોરીની પ્રવૃતિ કરી સાગી લાકડા ભરેલી પીકઅપ ગાડી નંબર GJ-06-AZ-2182  આખા રસ્તા ઉપર પીછો કરતાં ડોસવાડા નજીક ગાડીની અટક કરતાં સાગી લાકડા અને સીસમ ભરેલી હાલતમાં અટક કરી પકડી પાડેલ હતી, જેમાં આરોપી ડ્રાઈવર ગામીત જયેશભાઈ છનાભાઈ, રહે.મોટા તારપાડા, તા.સોનગઢ, જિ.તાપીને મુદ્દામાલ સહીત અટક કરી વધુ તપાસની કાર્યવાહી માટે સોનગઢ મુકામે લઈ જઈ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૪૧(૨)(બી) અને ૨૬(૧)(એફ) મુજબ તપાસ અઘિકારી વનપાલ ઉમરદા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાથ ઘરવામા આવી છે. નાયબ વન સંરક્ષકશ્રી તાપી અને મદદનીશ વન સંરક્ષકશ્રી તાપીનુ માર્ગદર્શન મેળવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી