૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, મતદાન જાગૃતતાના સુત્રોચ્ચાર કર્યા
સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તાપી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલ દ્વારા થઇ રહ્યા છે.
ત્યારે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વીપ એક્ટીવીટી દ્વારા જાહેર જનતાને મતદાન કરવા પ્રેરિત કરતી અવનવી પ્રવૃતિઓ યોજાઇ રહી છે. ત્યારે આજે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત જે.બી. એન્ડ એસ.એ હાઇસ્કુલ,કે.કે.કદમ કન્યા વિદ્યાલય, કે.બી. પટેલ ઇંગલીશ મીડીયમ સ્કુલ તેમજ સોનગઢ તાલુકા કક્ષાએ સાર્વજનિક હાઇ, સોનગઢ, જ્ઞાનતીર્થ એકેડેમી સોનગઢ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભવ્ય મતદાર જાગૃતિ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ,શિક્ષકગણ અને એસપી કેડેટ્સના વિદ્યાર્થીઓએ સાયકલ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સાઇકલ રેલી સમગ્ર વ્યારા અને સોનગઢ નગરમાં ભ્રમણ કરી મતદાન જાગૃતતાના સુત્રોચ્ચાર કર્યા હતા.