સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના કપડબંધ ગામે આવેલ જંગલ વિસ્તારમાં એક પશુ પાલક પોતાના પશુઓ લઈ ચારવા નીકળાય હતા ત્યારે જંગલ વિસ્તારમાં અચાનક દીપડો આવી જતા પશુ પાલક પર દીપડાએ હુમલો કરી દેતા પશુ પાલકને ઈજાઓ થઈ હતી જોકે દીપડાનો પ્રતિકાર કરતા દીપડો જંગલમાં ભાગી ગયો હોવાની વિગત પશુપાલક દ્વારા જણાવવામાં આવી હતી..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કપડબંધ બીટ નંબર એકમાં પશુ ચરાવવા ગયેલા પશુપાલક શૈલેષભાઈ ગામીત પર અચાનક દીપડા એ હુમલો કરતા ઈજા પોહચી હતી.બનાવની જાણ વનવિભાગ સહિત તાલુકા વિકાસ અધિકારીને ઘુંટવેલ ગામના તલાટી દ્વારા કરવામાં આવી છે.જેમાં પશુપાલક ને યોગ્ય વળતર સહિત ની માગ કરાય છે તો બીજી પશુપાલક પોતાના પશુ લઈ ઘર તફર આવી જઈ તમામ ઘટના પરિવારને અન્ય સભ્યો ને કરતા તેમને નજીક ની હોસ્પિટલ ખાતે લઇ જઇ તમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાની વિગત 5.15 કલાકે મળી હતી.