કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન અને હરીફાઇ કાર્યક્રમ યોજાયો

૮૦થી વધુ ખેડુતોએ કાર્યક્રમમાં ભાગ લઈ ૪૫ જેટલી જાતની કેરીઓને પ્રદર્શિત કરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-તાપી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ કેમ્પેન અંતર્ગત આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન અને હરીફાઇ યોજાઇ હતી.જેમાં તાપી જિલ્લાના ૮૦થી વધુ આંબા પાક કરતા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં કેરી પ્રદર્શન અને હરીફાઇમાં વિવિધ ૪૫ જેટલી જાતની કેરીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં એકથી ત્રણ ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી,રોગ નિવારણના પગલાઓની વિગતો આપી હતી.

આ પ્રસંગે, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ.,નવસારીના ડૉ. એન. એમ.ચૌહાણે તાપી જિલ્લાના કુદરતી વાતાવરણમાં થતા પ્રચલિત ફળપાકો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.વધુમાં તેમણે આંબાની પ્રચલિત જાતોનો વિસ્તાર વધારવા તેમજ આંબાની સોનપરી જેવી નવીન જાતો વિશે અવગત થઇ વાવેતર કરવાં ખેડૂતોને આહવાન કર્યુ હતુ.વધુમાં તેમણે સૌ ખેડુતમિત્રોને હલકા ધાન્યપાકોના માનવ આરોગ્ય માટેના ફાયદાઓ વિશે સમજણ આપી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કે.વિ.કે.ના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ બધા મહેમાનોને આવકારી લેતા આંબા પાક પરિસંવાદનો હેતુ સમજાવી ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીના પરીયા કેન્દ્ર ખાતેથી વિકસાવેલી આંબાની જાત સોનપરી વિશે ખેડૂતોને સમજાવી સોનપરી જાત અપનાવવા હાંકલ કરી હતી. નાયબ બાગાયત નિયામકશ્રી તુષાર ગામીત, દ્વારા બાગાયતી પાકોમાં વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. વધુમાં તેમણે ફળપાકોમાં મૂલ્ય વર્ધન વિશે જાણકારી આપી તેમાં સરકારી યોજના થકી લાભો વિશે ખેડૂતોને અવગત કર્યા હતા. ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા આંબાની વૈજ્ઞાનિક ખેતી,નવીન જાતોના વાવેતર પધ્ધતિ તેમજ આંબા પાકમાં સરકારી યોજનાઓ વિશે સમજ પુરી પાડી હતી. વૈજ્ઞાનિક (પાક સરંક્ષણ)ડૉ.એચ.આર.જાદવ દ્વારા આંબામાં આવતા રોગો અને જીવાતોનાં નિયંત્રણ બાબતે લેવામાં આવતાં વિવિધ પગલાંઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતુ. તેમજ ઉપસ્થિત મહેમાનો સહિત ખેડૂતોએ કેરીની જુદી જુદી જાતોનું પ્રદર્શન નિહાળ્યુ હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે રવિ સાવલિયા, બાગાયત અધિકારી દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.આ પ્રંસગે કેવીકે અને બાગાયત વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી