સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ ગામે પરપ્રાંતીય યુવક દ્વારા સ્થાનિક યુવક ની હત્યા કરવામાં આવી હતી જેના આક્રોશ રૂપે દસ દિવસ પરપ્રાંતીય દુકાનદારો ની દુકાનો બંધ કરાવવામાં આવી હતી બાદમાં આજે રવિવાર ના રોજ સભા યોજાઈ હતી જેમાં પરપ્રાંતીય ઈસમો ના રહેઠાણ બાબતે તેમજ અન્ય વિવિધ મુદ્દે આવેદનપત્ર આપી ગ્રામપંચાયત માં ઠરાવ કરવા માંગ કરાઈ હતી જેમાં સ્થાનિક આગેવાનો સહિત લોકો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા બનાવ ને લઈ કોઈ અનિચ્છનીય બનાવ નહિ બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેની માહિતી 5 કલાકે મળી હતી
ડોલવણ. ચાર રસ્તા ખાતે એક પરપ્રાંતિય 19 વર્ષીય યુવક દ્વારા આદિવાસી યુવક અંકુર ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે બાદ સ્થાનિકોએ સરપંચ સાથે મળીને દસ દિવસ સુધી પરપ્રાંતીઓની દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે દસ દિવસ વીત્યા બાદ સ્થાનિકો ફરી આકરા પ્રહારે જોવા મળી રહ્યા છે. અને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પર પ્રાંતીઓને રહેઠાણના દાખલા આપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ પરપ્રાંતીઓના રહેઠાણાના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવામાં આવે તથા પરપ્રાંતીય ભાડુઆત તરીકે રહી શકે પરંતુ કાયમી ધોરણે રહેવા માટે પંચાયત તરફથી મંજૂરી મળશે નહીં તથા ધંધા અર્થે આવેલા હોય તેવા પર પ્રાંતીઓએ રાજકીય રીતે કોઈપણ પ્રકારની દખલગીરી કરવી નહીં તથા ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં મુવમેન્ટ રજીસ્ટર બનાવવું અને પરપ્રાંતિય બહારથી આવ્યો અથવા તો બહાર જાય તો મુવમેન્ટ રજીસ્ટરમાં નોંધણી કરવી તથા ફેર્યા અને ભંગાર વાળા ને પણ ગામની અંદર પ્રવેશ આપવો નહીં તથા ડોલવણ ચાર રસ્તા પર તેમજ જાહેર જગ્યા પર જ્યાં લોકોની અવરજવર વધારે હોય ત્યાં સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા મુકવામાં આવે તેમજ દર વર્ષે 13મી માર્ચના રોજ અંકુર કુમારની યાદમાં સમસ્ત ડોલવણ ગામ બંધ રાખીને શોક મનાવશે એવી માંગણીઓ કરવામાં આવી હતી અને આ અંગેનો ઠરાવ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.