સમય ક્રાંતિ ન્યૂઝ..
આગામી ૫ મી મેના રોજ વ્યારામાં “રન ફોર વોટ”નું ભવ્ય આયોજન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના તથા જિલ્લા વહીવટી તંત્ર તાપીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૫ મે, ૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૬.૩૦ કલાકે તાપી જિલ્લાના વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ અંગે “રન ફોર વોટ” નું ભવ્ય આયોજન થનાર છે. જેને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગના નેજા હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે “રન ફોર વોટ” ના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી.
કલેક્ટર શ્રીગર્ગે આ અવેરનેશ રેલીમાં નાગરિકો વધુમાં વધુ જોડાય તે માટે તમામ અધિકારીઓને અસરકારક આયોજન કરવા રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શન આપ્યું હતું. “રન ફોર વોટ” અવેરનેસ કાર્યક્રમમાં ૦૨ કિ.મી. તથા ૦૫ કિ.મી.ની દોડનું આયોજન થનાર છે. જેમાં વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરીને ચૂંટણી પર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા શ્રી ગર્ગે તાપી જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvP5mQFMHKorpCtN_SHLfAtT79gtokzqv4PyO495DE45EWA/viewform?usp=sf_link પર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકાશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ અને તથા અન્ય એન.જી.ઓ.નાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.