સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં આવેલ એક મોબાઈલની દુકાનના તાળા તોડી અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી 4 લાખ 50 હજારની કિંમતના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.જે ચોરીના સીસીટીવી ફૂટેજ 2 વાગ્યાની આસપાસ સામે આવ્યા હતા.બનાવને લઇ પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનપોલીસ સ્ટેશન થી 500 મીટરના અંતરે મોબાઈલ શોપ માં લાખોની ચોરી થતા સોનગઢ ની સુરક્ષા સામે સવાલો ઉભા થયા ચૂંટણીની આગલી રાતે ચોર જાણે તાપી પોલીસને ચેલેન્જ આપી ગયો.સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અને બસ સ્ટેન્ડની બાજુમાં જ જાહેર રસ્તા પર રાત્રિના અંધકારમાં ચોરે શટલ નું લોક કાપી લાખો રૂપિયાના મોબાઈલ અને રોકડની ચોરી કરી જતા સોનગઢ પોલીસ અને જીઅને જીઆરડી ટીઆરબી ની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા??
ચૂંટણીની આગલી રાતે જ સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરની અંતરે અને સોનગઢ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સાયન્સ સાગર નામની મોબાઇલ શોપમાંં થી 64 નું લોક કટર દ્વારા કટ કરી 23 જેટલા સ્માર્ટફોન અને રોકડ રકમ કુલ મળી 4,00,000 જેટલા ની ચોરીી ચોરી કરી જતાં સોનગઢ પોલીસ અને નાઈટ માં કામ કરતા જીઆઇડી ની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા.
નોનુ રહ્યો કે સોનગઢ શાકભાજી માર્કેટની ચોકડી પર આવેલ સાયન્સ સાગર મોબાઇલ શોપ એવા સ્થળે આવેલી છે કે જ્યાંથી 24 કલાક લોકોની આવ જાવ થતી હોય છે.ત્યારે ચોર ચૂંટણીની આંગળી રાતે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવાયેલોલો હોય છે એવા સમયે જ જાહેર રસ્તા પર આવેલ દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી જતા જાણે સોનગઢ પોલીસ અને તાપી જિલ્લા પોલીસની કામગીરીને ચેલેન્જ આપી રહ્યો હોય એવી ઘટના સામે આવી છે.
આ ઘટનામાં મોઢા પર માસ પહેરીને ચોરી કરે રહેલા ચોરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.ત્યારે તાપીની સોનગઢ પોલીસ ક્યારે આ ચોરને ઝડપી પાડે છે તે જોવું રહ્યું??જ્યારે અહીં અનેક સવાલો એ પણ ઊભા થયા છે કે આવા 24 કલાક ધબકતા વિસ્તારમાં જો ચોરી થતી હોય તો અન્ય દુકાનદારોની સુરક્ષા કેટલી??નાઇટમાં 100 થી 150 જી.આર.ડી અને અન્ય પોલીસ કર્મીઓ જોબ પર વિવિધ ચાર રસ્તા ઉપર તેના હોય છે તો અહીંયા ચાર રસ્તા પર આ ચોરી કેવી રીતે થઈ??સોનગઢ નગરપાલિકાએ પણ લાખો રૂપિયા કેમેરા પાછળ ખર્ચ્યા હોવાની વાત જાણવા મળી રહી છે ત્યારે એ કેમેરા હાલ કેટલા કામ લાગે છે તે પણ જોવું રહ્યું??મેન બજારમાં સુરક્ષાના ચીથરા ઉડી જાય છે તો ગામના અંદર લોકો કેટલા સુરક્ષિત જીવતા હશે તે પણ મોટો સવાલ છે??