સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા શહેર ના માલીવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય અરુણ ખેડવાન પર અચાનક એક વાનરે હુમલો કર્યો હતો જેમાં અરુણભાઈ ને ગંભીર ઈજા પોહચી હતી જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ ને લઈ સ્થાનિકો માં ભય ફેલાઈ જવા પામ્યો હતો જેની માહિતી 2 કલાકે પ્રાપ્ત થઈ હતી
વ્યારા નગર પાલિકા ના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર દ્વારા વનવિભાગ ને લેખિતમાં અરજી કરી
વ્યારા શહેર ના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર સંજય સોની દ્વારા વ્યારા વનવિભાગ ના આરએફઓ ને લેખિત માં અરજી કરવામાં આવી છે જેમાં કપિરાજ ના આતંક ને લઈ કપિરાજ ને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે જેની માહિતી 5 કલાક ની આસપાસ આપવામાં આવી હતી