વાંસદાનાં તોરણીયા ડુંગરે બીલીમોરા કોલેજનાં યુવા ધનનો ઉમદા ટ્રેકિંગ કેમ્પ

સમય ક્રાંતિ ન્યૂઝ..

નવસારી જિલ્લાના વાંસદા તોરણીયા ડુંગર ખાતે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તથા ચોક બોલ એન્ડ પ્લેઈડ ક્રિકેટ એસોસિએશન અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ, મોટી ભમતી વાસંદાના સહયોગથી બિન નિવાસી પર્વતા રોહણ તાલીમ શિબિર ૨૦૨૩-૨૪ દરમિયાન શિબિર સ્થળ તોરણીયા ડુંગર ઉપર જંગલ ટ્રેકિંગ, ખડકોની સપાટી ઉપર આવેલ વિવિધ ખડકોનો પ્રકારો, ૩૦, એંગલ ૯૦ એંગલ, ડોમ, ચીમની, અવર હેંગ, પર્વતારોહણનાં આરોહણ અને અવરોહણ, તેમજ વૈરાગ્યધામ, માવલી માતાનું ભોયરુ તેમજ સાહસિક શિબીરોના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આવ્યું હતું.


બીલીમોરા વી.એસ. પટેલ કોલેજના એન.સી.સી.કેડેટસ્ બીલીમોરા યુથ હોસ્ટેલ, બીલીમોરા સિનિયર સિટીઝન ગ્રુપ તેમજ યોગાસન બહેનોનું ગ્રુપ આમ સંપૂર્ણ નવસારી જિલ્લાનાં યુવા ધન સાથે સાથે સિનિયર સિટીઝનોનો ખુબ સારો પ્રતિસાદ રહયો હતો. ટ્રેકિંગ માં પ્રારંભ પ્રબુધ્ધ નાગરિક જેઓ સાત દશક કમ્પ્લીટ કરીને આઠમા દસકમાં પ્રવેશનાર અનંતભાઈ દેસાઈ, તરુલતા દેસાઈ, ડો.ભરત દેસાઈ (આઈ હોસ્પિટલ બીલીમોરા) સફળતાપૂર્વક સંપૂર્ણ તોરણીયા ડુંગરનું ટ્રેકિંગ કર્યું. જે તમામ યુવા વર્ગ માટે પ્રેરણા રૂપ હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સાથે યોગા અભ્યાસમાં તમામ બહેનો દ્વારા સંપૂર્ણ તોરણીયા ડુંગરને સ્વચ્છતા અભિયાન ભાગરૂપે સંપૂર્ણ પ્લાસ્ટિક તેમજ કાગળો વીણી વીણીને એકઠા કરીને વાતાવરણ અને સ્વચ્છ કર્યું હતું. તેમજ ૨૦ બટાલિયન નવસારી-ગુજરાત કેપ્ટન પ્રો. ડૉ.ભાવેશ દેવતા સંપૂર્ણ ગ્રુપને લીડ કરીને એક કુશળ સંચાલન કર્તાનાં ભાગરૂપ જોવા મળ્યા હતા. તેમજ કોલેજના આચાય, પ્રો. દિપેશ, અને સંપૂર્ણ સારસ્વતમિત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેન પટોડીયા સાહેબ જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં વિદ્યાર્થીઓ પણ સાહસિક શિબિરમાં ભાગ લઈ ચૂકેલ છે.
આ શિબિરમાં પર્વતારોહણનાં સફળ ઇન્સ્ટ્રક્ટર ટીમમાં કાજલ માહલા- હિમાલય ટ્રેકર, વિકેશ ગામિત-હિમાલય ટ્રેકર, નવનીત, પિનલ, બિંદીયા પટેલ, જિગ્નેશ, હીરેન, વિશાલ ગાંવિત, ગુજંન, તૈતીલ, સાહીલ વગેરે અનુભવી ટ્રેનરો ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પર્વતારોહણની બેઝિક તાલીમ આપવામાં આવી રહી છે.
વિશેષ માં ડૉ. વિજય પટેલ જણાવે છે કે પ્રશાસિક શિબિરો દ્વારા દેશના નવ યુવાનોમાં રહેલ સુસપ્ત શક્તિને બહાર લાવવા માટે અલગ અલગ કૌશલ્યનું પ્રદર્શન કરી યોગ્ય પ્રયાસ કરીએ છીએ જેથી કરીને દેશ માટે એક સાચી દિશામાં પહેલ કરી સફળ નાગરિક બને જે માટે અભિવ્યક્ત કર્યા હતા.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી