નેહરુ યુવા કેન્દ્ર સુરત-તાપી દ્વારા વિવિધ જગ્યાઓ પર એક દિવસીય મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

અલગ અલગ જગ્યાએ આયોજિત કાર્યક્રમમાં લગભગ ૪૫૦ થી ૫૦૦ યુવાઓને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે માહિતી આપવામાં આવી

સમય ક્રાંતિ ન્યૂઝ..

નેહરુ યુવા કેન્દ્ર સુરત-તાપી દ્વારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત તાપી જીલ્લામાં વાલોડ ખાતે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. કોલેજ, રીયલ કેડ લાઈફ (ગ્લુકોઝ ફેકટરી), જય ગારમેન્ટ જેવી વિવિધ જગ્યાઓ પર વહીવટી વિભાગના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના દરેક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં લોકોને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે વિડીઓ ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તથા જે લોકોના મતદાન કાર્ડ બનેલ નથી તે લોકોને નવા મતદાન કાર્ડ બનાવવા વિષે પણ વિગતવાર જાણકારી આપવામાં આવી. સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મતદાન કાર્ડમાં સુધારણા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય સંયોજક તરીકે મામલતદાર શ્રી, નાયબ મામલતદાર શ્રી, કોલેજના આચાર્ય શ્રી તેમજ પ્રોફેસર્સ, NSS ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર સુરત( તાપી) ના જીલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તેમજ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગોવિંદ પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુ સમાચાર મેળવવા માટે..

Samaykranti.com

Related Posts
ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

નેપાળમાં પ્રચંડની સરકાર પડી: ફ્લોર ટેસ્ટ હાર્યા બાદ PM પદથી રાજીનામું આપ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. નેપાળના રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું Read more

દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ, 24 કલાક માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. રાજ્ય હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત Read more

રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી