સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરની ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ દાખલ થયા બાદ તબીબ હાલ ફરાર છે.જોકે દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં તબીબ ના પત્ની દ્વારા પણ કરોડોની ઉચાપતની ફરિયાદ ત્યાં અગાઉ કામ કરતી બે મહિલા વિરૂદ્ધ અપાઈ છે.જે પ્રકરણમાં લંપટ તબીબ ના ભાગીદારોના નામો બહાર આવ્યા છે.
જે નામો ચોંકાવનારા છે.જેમાં આગળ બ્લેસિંગ નામ કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવામાં આવી છે.જે કંપની માટે કરોડો રૂપિયાની જમીન લેવામાં આવી છે.જેમાં ભાગીદારોમાં એક સુરત જિલ્લાનો ભાગીદાર અને એક વ્યારા ગામનો ભાગીદાર હોવાનું બહાર આવ્યું છે.ત્યારે કરોડો રૂપિયાની જમીન લઈ બિનખેતી કરાવી હાલ ત્યાં બાંધકામ ચાલી રહ્યું હોવાની માહિતી સમય ક્રાંતિ ન્યુઝ પાસે આવી છે.ત્યારે સમગ્ર મામલે ઈન્કમટેકસ વિભાગ અને ઈ,ડી વિભાગ દ્વારા રસ લેવાની જરૂર જણાઈ રહી છે.જે બિનખેતીની જગ્યામાં લંપટ તબીબ શૈલેન્દ્ર ગામીત સહિત ત્રણેય ડાયરેકટર પાસે 991.79 ચો.મી જગ્યા ભાગમાં આવી છે.જે જગ્યામાં હાલ બાંધકામ ચાલુ હોઈ જે જગ્યા બાબતે પણ તપાસ કરવાની જરૂર જણાઈ આવે તેમ છે.કારણ કે આ બાંધકામ ક્યારે શરૂ કરવામાં આવ્યું??? લાભેશ્વર નામક પેઢી પાસેથી જગ્યા ક્યારે લેવામાં આવી ??? શું બિનખેતી નો હુકમ આવ્યા બાદ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું ??? જેવા અલગ અલગ સવાલો હાલ લોકોના મુખ પર ચર્ચાઈ રહ્યા છે.ત્યારે આગામી દિવસોમાં ભાગીદારોના નામ સાથે સમય ક્રાંતિ લંપટ તબીબ નો પર્દાફાશ કરશે…..