સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડવેલ રેન્જમાં આવેલ હીરાવાડી ગામ નજીકથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરીને જતી પિકઅપ ગાડી વનવિભાગની ટીમે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.જેમાં પિકઅપ ચાલક ફરાર થતાં વોન્ટેડ જાહેર કરાયો છે.વનવિભાગે કુલ 2 લાખ 90 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 10 કલાકની આસપાસ અપાઈ હતી.
નાયબ વન સંરક્ષકશ્રી વ્યારા અને મદદનીશ વન સંરક્ષકશ્રી વ્યારાના રાહબરી અને માર્ગદર્શન હેઠળ સાદડવેલ રેંજ ખાતે ખાનગી બાતમીના આઘારે હિરાવાડી રાઉન્ડ સ્ટાફ સાથે રહી હિરાવાડી થી ટોકરવા થી ઝરાલી રોડ ઉપર રાત્રીના ૧૦.૦૦ કલાક આસપાસ ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભેરલી પીકઅપ ગાડી નંબર MH-12-SF-4783 (મહારાષ્ટ્ર પાર્સીગ) નો આખા રસ્તા ઉપર પીછો કરી હિરાવાડી ગામની નજીક પુરપાટ ઝડપે જતી પીકઅપ ગાડીની અટક કરવા જતાં ડ્રાઈવર દ્વારા બેફિકરાઈ થી ગાડી હંકારી રોડની સાઈડમાં આવેલા ખેતરમાં વાહન નાંખી દિઘેલ, જેની તપાસ કરતાં તેમાં ખેરના લાકડા ભરેલ હોવાનું માલુમ પડેલ, જેમાં આરોપી ડ્રાઈવર અંઘારાનો લાભ લઈ નાશી છુટેલ, આ બાબતે પીકઅપ ગાડી સહીત ખેરનો મુદ્દામાલ અટક કરાયો છે અને ભારતીય વન અઘિનિયમ ૧૯૨૭ ની કલમ ૪૧(૨)(બી) મુજબ તપાસ અઘિકારી વનપાલ હિરાવાડી દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાથ ઘરેલ છે.
જે અનુસંઘાને નાયબ વન સંરક્ષકશ્રી તાપી અને મદદનીશ વન સંરક્ષકશ્રી તાપીનું માર્ગદર્શન મેળવી આગળની કાર્યવાહી હાથ ઘરાઈ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ખેરના લાકડા નંગ.૧૯, ઘ.મી.૦.૭૭૬.
(૨) મહિન્દ્રા પીકઅપ ગાડી નંગ.૦૧, વાહન નંબર MH-12-SF-4783
કુલ મુદ્દામાલની અંદાજીત કિંમત રૂા.૨,૯૦,૦૦૦/-
ઉપરોક્ત કામગીરી નીચે મુજબના અધિકારી/કર્મચારીઓ અને સ્ટાફ મિત્રોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરાઈ
(૧) શ્રી સી.કે.આજરા, રેંજ ફોરેસ્ટ ઓફિસર, સાદડવેલ રેંજ.
(૨) કુ. કે.એન. ગામીત, રાઉન્ડ ફોરેસ્ટર હિરાવાડી.
(૩) શ્રી ડી.જી. રબારી, વનરક્ષક ચીમેર.