સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં પશુપાલન વિભાગની બેદરકારી સામે આવી હતી.જેમાં નિઝર ખાતે આવેલ પશુ દવાખાનામાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેમાં પશુઓની દવા સહિતનો અલગ અલગ જથ્થો બળી ગયો હતો.બાદમાં તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
જે માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. બનાવની વાત કરીએ તો આ આગ કોઈકે ઇરાદા પૂર્વક લગાવી છે કે અગમ્ય કારણોસર આગ લાગી છે તે એક તાપસ નો વિષય બન્યો છે કારણ કે પશુ ઓ માટે ની દવા સુ એક્સપાઇરી થઈ ગયેલી દવા હતી કે પછી હજુ ચાલે તેવી દવાઓ હતી તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટા કરવામાં જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું નથી..