વ્યારા વનવિભાગની ટીમે લખાલી ત્રણ રસ્તા નજીકથી ટાવેરા ગાડીમાં ગેરકાયદેસર વહન કરવામાં આવતા ખેરના લાકડા ઝડપી લીધા.

ડ્રાયવર સહિત ખેરના ૩૨ નંગ, મુદ્દામાલ અને વાહનની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૩,૪૬૭/- જપ્ત કરાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના વ્યારા વનવિભાગ સ્ટાફના અધિકારી અને સ્ટાફ દ્વારા ગત રાત્રીના 2 વાગ્યાની આસપાસ આસપાસ ટાવેરા ગાડીમાં ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતા ખેરના લાકડાનો જથ્થો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.જેમાં વનવિભાગે કુલ એક લાખ 53 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી આજે 5 કલાકે અપાઈ હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

નાયબ વન સંરક્ષકશ્રી,વ્યારાની સઘન પેટ્રોલીંગની સુચનાઓ અન્વયે મદદનીશ વન સંરક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી દ્વારા વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં તા.૧૧-૦૭-૨૦૨૪ ના રોજ રેંજ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરતા વડપાડા ગામની પ્રાથમિક શાળા પાસે આશરે રાત્રે ૨ કલાકે શંકાસ્પદ વાહન નિકળતા સરકારી વાહન દ્વારા પીછો કરતા વડપાડાથી ચીચબરડી થઇ લખાલી ત્રણ રસ્તા પર વાહનને ઉભું રાખતા તેમાં તપાસ કરતા વાહનમાં બિન પાસ પરમીટ વગરનો છોલેલો ઇમારતી ખેર ગેરકાયદેસર રીતે મળી આવતા વાહતુક કરતા ટાવેરા વાહન નં. GJ-15-BB-1592 જે ખેર મુદ્દામાલ નંગ ૩૨, જેનું ઘ.મી.૧.૦૦૫ મુદ્દામાલ સાથે ડ્રાયવર સહિત વાહનની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૩,૪૬૭/- જપ્ત કરવામાં આવેલ છે.

રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી વ્યારાના કાર્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પરમીટ વગરનો ઇમારતી ખેરનું ગેરકાયદેસર રીતે વાહતુક કરતી ટાવેરા ઝડપાઇ

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી