તાપી જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર તથા ખાનગી મિલકતો પરથી કુલ ૩,૨૦૭ હોડિંગ,પેઈન્ટીગ, બેનરો જેવી પ્રચારસામગ્રી દૂર કરાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં આવેલ સંબધિતમત વિસ્તારમાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે ચુંટણી તંત્ર અને એમસીસી ટીમના નોડલ અધિકારી શ્રીમતી ખ્યાતી પટેલના નેતૃત્વ હેઠળ સંબધિત વિધાન સભાક્ષેત્ર માંથી પ્રચારસામગ્રી દુર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં આજ દિન સુધી જાહેર મિલકતો પરથી ૧૦૫૮ વોલ પેઇન્ટિંગ, ૭૧૦ પોસ્ટર, ૪૬૯ બેનર અને અન્ય ૭૫૮ એમ કુલ ૨૯૯૫ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે.


જ્યારે ખાનગી મિલકતો પરથી ૧૫૫ વોલ પેઇન્ટિંગ,૧૬ પોસ્ટર, ૪ બેનર અને અન્ય ૩૭ એમ કુલ ૨૧૨ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવાની કામગીરી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આમ, તાપી જિલ્લામાં આજ દિન સુધી સંબધિત મતવિસ્તાર માંથી તંત્ર દ્વારા જાહેર અને ખાનગી મિલકતો પરથી કુલ ૩,૨૦૭ જેટલા હોડિંગ્સો, પોસ્ટરો,બેનરો,અન્ય સમાગ્રી તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી