નવસારી જિલ્લાનાં ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.


જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવારનાં રોજ ચૂંટણી યોજાનાર છે. જેના માટે ભારતનાં ચૂંટણી પંચ તરફથી બહાર પાડેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તા.૧૨/૦૪/૨૦૨૪, શુક્રવાર, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા- તા.૧૯/૦૪/૨૦૨૪, શુક્રવાર, ઉમેદવારી પત્રોની ચકાસણીની તા- તા.૨૦/૦૪/૨૦૨૪, શનિવાર, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા-તા.૨૨/૦૪/૨૦૨૪, સોમવાર, મતદાનની તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર, મતગણતરીની તા.૦૪/૦૬/૨૦૨૪ મંગળવાર અને ચૂંટણી પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તા.૦૬/૦૬/૨૦૨૪ ગુરૂવાર છે.આ ઉપરાંત નવસારી જિલ્લા અંગે વિગતવાર જોઈએ તો, નવસારી જિલ્લામાં ૪ (ચાર) વિધાનસભા મતવિભાગ આવેલા છે. જેમાં ૧૭૪-જલાલપોર, ૧૭૫-નવસારી, ૧૭૬-ગણદેવી (અ.જ.જા), અને ૧૭૭-વાંસદા(અ.જ.જા)નો સમાવેશ થાય છે. જયારે ૨૫-નવસારી સંસદીય મતવિભાગમાં ૭ (સાત) વિધાનસભા મતવિભાગ આવેલા છે. જેમાં ૧૬૩- લીંબાયત, ૧૬૪-ઉઘના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૭૪-જલાલપોર, ૧૭૫-નવસારી અને ૧૭૬-ગણદેવી (અ.જ.જા)નો સામાવેશ થાય છે.મતદારોની વિગત જોઈએ તો, નવસારી જીલ્લામાં પુરુષ મતદારો-૫,૩૮,૬૮૬ અને સ્ત્રી- ૫,૪૪,૧૪૫ તેમજ અન્ય- ૩૪ મળી કુલ- ૧૦,૮૨,૮૬૫ મતદારો નોંધાયેલા છે. જ્યારે ૨૫-નવસારી સંસદીય મતવિભાગમાં પુરુષ મતદારો-૧૧,૮૩,૮૦૮ અને સ્ત્રી – ૧૦,૧૪,૧૦૮ તેમજ અન્ય – ૧૧૭ મળી કુલ ૨૧,૯૮,૦૧૯ મતદારો છે. તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૪ દરમિયાન ૧૮-૧૯ વયજુથનાં કુલ- ૯૭૮૪ તેમજ ૨૦-૨૯ વયજુથનાં કુલ-૫૧૮૧ એમ તમામ વયજૂથના કુલ-૧૯,૮૯૭ મતદારો નવસારી જીલ્લામાં નવા નોંધાયેલ છે.નવસારી જીલ્લામાં શહેરી વિસ્તાર-૨૧૨, ગ્રામ્ય વિસ્તાર- ૯૦૪ મળી કુલ -૧૧૧૬ મતદાન મથકો છે જ્યારે ૨૫-નવસારી સંસદીય મતવિભાગમાં શહેરી વિસ્તાર-૧૪૨૮, ગ્રામ્ય વિસ્તાર- ૬૪૬ મળી કુલ- ૨૦૭૪ મતદાન મથકો છે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતવિભાગમાં ૭ સખી, ૧ યુવા સંચાલિત, ૧ પીડબલ્યુડી અને ૧ મોડલ મતદાન બનાવવામાં આવશે. જેમાં નવસારી જિલ્લાનાં ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે, તેમજ ૫૮ માઈક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી