હોલસેલ વેપારીને ત્યાં નોકરી કરતા સેલ્સમેન દ્વારા લાખોની ઉચાપત, એક અઠવાડિયાની ઉઘરાણી અને માલ લઈ ભાગી છુટ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

મોટા ભાગની પેઢીઓ, દુકાનોમાં વર્ષો જુના કર્મચારીઓ પર પેઢી-દુકાનોનાં માલિકો પણ ઘરના માણસો જેટલો જ વિશ્વાસ કરતા હોય છે. પરંતુ ક્યારેક કોઇકનું મન ચળી જાય છે, અને કર્મચારી ખોટા રસ્તે દોરવાઇ ચોરી કે ઉચાપત જેવું પગલું ભરે છે. ત્યારે શેઠ-કર્મચારીઓના સબંધોની વિશ્વનીયતા પ્રશ્ન ઉઠે છે.

આવોજ એક કિસ્સો નવસારીમાં બન્યો છે. જેમાં તમાકુ-પાનમસાલાની પેઢીમાં સેલ્સમેન કમ ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરતો કર્મચારી ઉઘરાણીના નાણા તેમજ માલ સહિત રૂ.૨૨ લાખ જેટલાની મત્તાની ઉચાપત કરી જતાં, પેઢીના માલિકે ઉચાપત કરનાર કર્મી વિરૂધ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નવસારી-વિજલપોર પાલિકા ભવન સામે આવેલ સત્યનારાયણ મંદિરની બાજુમાં જ ધ્રુમિલ વાસુદેવભાઈ બુધાણી નામના વેપારીની હરિલાલ ટ્રેડિંગ નામની તમાકુ, પાનમસાલાનો જથ્થાબંધ વેપાર કરતી દુકાન છે. તેમની દુકાનમાં ગત ૨૦૨૧ થી હર્ષ સત્યનારાયણ વણકર નામનો ઇસમ સેલ્સમેન કમ ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. આ દુકાનમાં હર્ષ વણકર ઉપરાંત અન્ય ચારથી વધુ સેલ્સમેન નોકરી કરે છે. આ તમામ સેલ્સમેનો અલગ અલગ વિસ્તારોમાં ફરી તંબાકુ, ગુટકા સહિતના માલની ડિલીવરી આપી તેના બિલની ઉઘરાણી એક સપ્તાહમાં પૂર્ણ કરી માલિકને જમા કરાવી દેતા હતા.
ગત ત્રીસમી ડિસેમ્બર-૨૦૨૩ના રોજ હર્ષ વણકર મરોલી વિસ્તારમાં છૂટક વેપારીઅોને આપેલ માલનાં બદલામાં મળેલ રૂ. ૧૬,૫૭,૮૪૨/- ઉપરાંત તંબાકુ, ગુટકાનો રૂ. ૬,૧૬,૪૪૦/- નો માલ મળી કુલ રૂ. ૨૨,૭૪,૨૮૨/-ની મત્તા લઈ ભાગી છુટ્યો હતો. નિયત સમયે હર્ષ વણકર ઉઘરાણીના પૈસા લઇ દુકાને ન પહોંચતા દુકાન માલિક ધ્રુમિલ બુધાણીએ તેને કોલ કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. સેલ્સમેન હર્ષ વણકરે ઉચાપત કરી હોવાનું જણાતા દુકાન માલિક ધ્રુમિલ બુધાણીએ તેના વિરૂધ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા, પોલીસે સેલ્સમેન વણકર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી