સમય ક્રાંતિ ન્યૂઝ..
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારી બહાર આવી છે.જેમાં વ્યારા શહેરમાં વીજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ બોક્ષ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે અંદાજિત 28 વર્ષીય
મજૂર મહિલા સંગીતાબેન ગામડ મૂળ રહે મધ્યપ્રદેશ જેઓ આકસ્મિક રીતે ટ્રાન્સફોર્મરને અડી જતાં ધડાકો થયો હતો.
જેમાં મહિલા ગંભીર રીતે દાઝી જતા વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.ત્યારે બનાવને લઇ કોન્ટ્રાકટર તથા જીઈબી દ્વારા વીજ પ્રવાહ બંધ નહિ કરવામાં આવતા ઘટના બની હતી.જે બનાવ 4 વાગ્યાની આસપાસ બન્યો હતો.